નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કેર દિવસે દિવેસ વધી રહ્યો છે, સંક્રમિતોનો આંકડો 15 હજારને પાર પહોંચી ગયો હતો. કોરોના સામે લડવા માટે ટીમ ઇન્ડિયા પણ સામે આવી છે. ટીમ ઇન્ડિયાએ કોરોના સામે લડવા માટે 'ટીમ માસ્ક ફોર્સ' બનાવી છે.


ભારત સરકારની સાથે આ મુશ્કેલ સમયમાં બીસીસીઆઇ આવી છે. ટીમ ઇન્ડિયાનો 'ટીમ માસ્ક ફોર્સ'નો એક વીડિયો હાલ શેર કરવામા આવ્યો છે.



આ વીડિયોમાં કેપ્ટન વિરાટ કોહલી, બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સ્મૃતિ મંધાના, રોહિત શર્મા, હરભજન સિંહ, મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર, વિરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ, મિતાલી રાજ અને સચિન તેંદુલકર જોવા મળી રહ્યાં છે.

ટ્વીટર પર બીસીસીઆઇએ લખ્યુ- ટીમ ઇન્ડિયા હવે ટીમ માસ્ક ફોર્સ બની ગઇ છે. કોરોના સામેની લડાઇમાં સાથ આપો. આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલૉડ કરો.



કોરોના સામેની લડાઇમાં બીસીસીઆઇએ આ પહેલા સરકારને 51 કરોડ રૂપિયાનું દામ આપીને મોટી મદદ કરી હતી. હાલ દેશભરમાં 15 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે, જ્યારે મોતનો આંકડો 500ને પાર કરી ગયો છે.