ક્રિકેટ ડોટ કોમ ડોટ એયુના રિપોર્ટ પ્રમાણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત ડિસેમ્બર3 થી 7 સુધી બ્રિસબેનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. બીજી ટેસ્ટ મેચ ડે નાઇટ હશે અને તે 11-15 ડિસેમ્બર સુધી એડિલેડમાં રમાશે.
અંતિમ બે મેચ અનુક્રમે મેલબોર્ન અને સિડનીમાં રમાશે. મેલબોર્નમાં રમાનારી મેચ બોક્સિંગ ડેના દિવસે ચાલુ થશે, જ્યારે અંતિમ ટેસ્ટ 3 થી 7 જાન્યુઆરી, 2021 સુધી સિડનીમાં રમાશે.
ભારત ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં યજમાન ટીમને 2-1થી હાર આપીને સૌપ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. ભારતની જીતમાં ચેતેશ્વર પુજારા હીરો રહ્યો હતો.