Cricket Big Record: ક્રિકેટના મેદાન પરથી એક મોટા કારનામાના સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના યુવા બેટ્સમેન જેક ફ્રેજર-મૈકગર્કે ક્રિકેટની દુનિયામાં ઇતિહાસ રચી દીધો છે. તેણે લિસ્ટ A ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી દીધી છે. જેક ફ્રેજર-મૈકગર્કે માર્શ કપમાં માત્ર 29 બૉલમાં સદી (29 બૉલમાં સેન્ચૂરી) ફટકારી દીધી છે. આ મેચમાં તેણે 125 (38) રન બનાવ્યા હતા. આ સદી સાથે તેણે એબી ડી વિલિયર્સનો સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ પહેલા આ રેકોર્ડ ડિવિલિયર્સના નામે હતો, એબી ડી વિલિયર્સે માત્ર 31 બૉલમાં સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. 


એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો 
જેક ફ્રેજર-મૈકગર્કે માર્શ કપમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે તાસ્માનિયા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. જેક ફ્રેઝર-મેકગર્કે 21 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. તેણે 38 બૉલમાં 125 રનની ઈનિંગમાં 10 ફોર અને 13 સિક્સર ફટકારી હતી. જેક ફ્રેઝર-મેકગર્ક પહેલા એબી ડી વિલિયર્સે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 31 બોલમાં સદી ફટકારી હતી.






સૌથી ફાસ્ટ લિસ્ટ-એ સદી - 
29 – જેક ફ્રેજર-મૈકગર્કે, સાઉથ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીએએસ (2023)
31 – એબી ડિવિલિયર્સ, સાઉથ આફ્રિકા વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ (2015)
36 – કોરી એન્ડરસન, ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વેસ્ટ ઇન્ડિઝ (2014)
36 – ગ્રાહમ રૉઝ, સમરસેટ વિરૂદ્ધ ડેવૉન (1990)








ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં તસ્માનિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં નવ વિકેટે 435 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ ઓસ્ટ્રેલિયાએ સારી શરૂઆત કરી હતી. દક્ષિણ ઓસ્ટ્રેલિયાના ઓપનર જેક ફ્રેઝર-મેકગર્કે તોફાની ઇનિંગ રમી હતી.