Asia Cup 2023: ક્રિકેટ એશિયા કપને લઇને છેલ્લા કેટલાય સમયથી ભારે અડચણ છે, ભારત અને પાકિસ્તાન આ મામલે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ ક્યાં રમશે અને ક્યાં નહીં રમે, પરંતુ હવે એશિયા કપ 2023ના વેન્યૂને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. વર્ષ 2023માં ODI ફોર્મેટમાં રમાનાર એશિયા કપ 2023ને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ખરેખરમાં ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાને કર્યું હતું અને BCCI સેક્રેટરી જય શાહે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. જે પછી પાકિસ્તાને હાઇબ્રિડ મૉડલ રજૂ કર્યું હતું, તેના પર પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ હવે આને પણ અંત આવી ગયો છે. પીટીઆઈ દ્વારા શનિવારે મોડી રાત્રે જાહેર કરાયેલા અહેવાલ મુજબ એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2023 માટે પાકિસ્તાનના હાઇબ્રિડ મૉડલને સ્વીકારી લીધું છે, અને હવે તે પ્રમાણે જ આ ટૂર્નામેન્ટની મેચો પાકિસ્તાનમાં યોજાશે.


ખરેખરમાં, પાકિસ્તાન દ્વારા હાઇબ્રિડ મૉડલ રજૂ કરવામાં આવ્યા પછી નજમ સેઠીએ ઓફર કરી હતી કે પ્રથમ ચાર બિન-ભારતીય મેચ પાકિસ્તાનમાં યોજવામાં આવે. હવે આને જય શાહની આગેવાની હેઠળની ACC દ્વારા સ્વીકારવામાં આવી છે. આ ચાર મેચો ઉપરાંત શ્રીલંકાના ગાલે અને પલ્લેકેલેમાં એશિયા કપનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદ બાદ હવે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. એટલુ જ નહીં, આ પછી શરૂ રહેલા આગામી વર્લ્ડ કપ 2023નો વિવાદ પણ ખતમ થઈ જવાના રસ્તે છે.


ઓફિશિયલ નિર્ણય ક્યારે ?
એશિયા કપ 2023ને લઈને જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ACC 13 જૂન, મંગળવારે આ અંગે પોતાની ઓફિશિયલ જાહેરાત કરી શકે છે. તેમજ આ વર્ષે ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ અહીં આવશે કે નહીં તેનુ પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ઓમાન ક્રિકેટ બોર્ડના વડા અને ACC સભ્ય પંકજ ખીમજીએ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બોર્ડના વિરોધ છતાં પાકિસ્તાનના હાઇબ્રિડ મૉડલને સમર્થન આપ્યું હતું.


આ મેચ લાહોરમાં રમાશે!
હવે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ, બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા અને શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશની મેચો રમાડવાનું લગભગ નક્કી થઇ ગયુ છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ અને સુપર ફૉરની બાકીની મેચો શ્રીલંકાના ગાલે અથવા પલ્લેકેલેમાં યોજાશે. આ અંગે ACCના બોર્ડ મેમ્બરે જણાવ્યું કે એશિયા કપ સપ્ટેમ્બર 2023માં યોજાશે.


પાકિસ્તાન પણ વર્લ્ડ કપ માટે તૈયાર - 
એશિયા કપના વિવાદના સમાધાન બાદ પાકિસ્તાન વર્લ્ડકપ માટે પણ તૈયાર હોવાનું સામે આવ્યું છે. ICCના CEO જ્યોફ એલાર્ડિસ અને ચેરમેન ગ્રેગ બાર્કલે આ અંગે કરાચીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ નજમ સેઠીને મળ્યા હતા. તે બેઠકમાં સ્પષ્ટ થયું હતું કે એશિયા કપની ચાર મેચો પાકિસ્તાનમાં રમાશે ત્યાર બાદ પાકિસ્તાની ટીમ દ્વારા વર્લ્ડ કપ માટે કોઈ શરત મૂકવામાં આવશે નહીં. આનો સ્પષ્ટ અર્થ એ છે કે પાકિસ્તાનની ટીમ હવે અમદાવાદમાં વર્લ્ડકપ 2023 સામે રમતી જોવા મળશે. જ્યારે પાકિસ્તાનની બાકીની મેચો ચેન્નાઈ અને હૈદરાબાદમાં યોજાઈ શકે છે. વર્લ્ડ કપનું સંપૂર્ણ શિડ્યૂલ પણ આવતા સપ્તાહ સુધીમાં આવી જાય તેવી શક્યતા છે.