નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લગભગ ચાર મહિનાથી ક્રિકેટ સહિતની તમામ ગતિવિધિઓ સ્થગિત થઇ ગઇ હતી, લાંબા ઇન્તજાર બાદ આજે એટલે કે 117 દિવસના વિરામ બાદ આજે ક્રિકેટની વાપસી થઇ રહી છે. બુધવારે સાઉથેમ્પટનના મેદાન પર ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થવા જઇ રહી છે. જોકે, ખાસ વાત એ છે કે, સામાન્ય ક્રિકેટ મેચની સરખામણીમાં આજની મેચમાં કેટલીક વસ્તુઓ અલગ રીતે જોવા મળશે.

ન્યૂઝ24ની હિન્દી વેબસાઇટ પર છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, 46 વર્ષની ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર એવુ બન્યુ છે, જ્યારે 100થી વધુ દિવસના અંતરાલ સુધી કોઇ ઇન્ટરનેશનલ મેચ ના રમાઇ હોય. ક્રિકેટની વાપસીમાં ચાર વસ્તુઓ ખાસ અલગ પ્રકારની દેખાશે, જેમાં કૉવિડ સબ્સિટ્યૂટ, બ્લેક લાઇવ મેટર, સ્થાનિક એમ્પાયર, ખુશી વ્યક્ત કરવાની રીત સામેલ છે.



કૉવિડ સબ્સિટ્યૂટ
કૉવિડ સબ્સિટ્યૂટ નિયમને પહેલીવાર લાગુ કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન કોઇપણ પ્લેયરની તબિયત બગડે છે તો તેની જગ્યાએ નવા ખેલાડીને મેદાનમા ઉતારવાની અનુમતિ નહીં મળે.

બ્લેક લાઇવ મેટર
નસ્લવાદના વિરોધમાં બન્ને ટીમો બ્લેક લાઇવ મેટરના લોગો લગાવીને મેદાનમાં ઉતરશે. આ લોગો ખેલાડીઓના ટીશર્ટ પર હશે, આના મારફતે વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ નસ્લવાદ વિરુદ્ધ એકજૂથતા દર્શાવશે.



સ્થાનિક એમ્પાયર
ટ્રાવેલિંગની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આઇસીસીએ ન્યૂટ્રલ એમ્પાયરના નિમયમાં પણ ઢીલ આપી છે. બન્ને બાજુ સ્થાનિક એમ્પાયર હશે. એમ્પાયરિંગમાં અનુભવની કમીને જોતા બન્ને ટીમોને દરેક ઇનિંગમાં એક વધારાનો ડીઆરએસ પણ આપવામાં આવશે.

આનંદ વ્યક્ત કરવાની રીત
મેચ દરમિયાન સેલિબ્રેશન કરતા ખેલાડીઓને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરવુ પડશે. તે હાથ નહીં મિલાવી શકે.