IND vs SL ODI Series: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝ રમાશે. આ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ ઈજાના કારણે ટીમની બહાર થયા છે. મથિષા પથિરાના અને દિલશાન મધુશંકા ભારત સામેની વનડે સીરીઝમાં રમી શકશે નહીં.


 






વાસ્તવમાં, શ્રીલંકાને ભારત સામેની T20 સીરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તે વનડે સીરીઝ માટે તૈયાર છે. વનડે સીરીઝની પ્રથમ મેચ 2 ઓગસ્ટે રમાશે. આ પહેલા શ્રીલંકાને મોટો આંચકો લાગ્યો હતો. ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ ઈજાના કારણે બહાર છે. મધુશંકા અને પથિરાના ભારત સામેની વનડે સીરીઝમાં રમી શકશે નહીં. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે X પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી.


જમણા હાથના ફાસ્ટ બોલર પથિરાનાએ ઘણી વખત ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ તે વનડે સીરીઝમાં રમી શકશે નહીં. ભારત સામેની ટી20 મેચમાં ડાઈવિંગ કરતી વખતે પથિરાના ઈજાગ્રસ્ત થયો હતો. તેના ખભામાં ઈજા થઈ છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બૉલર મધુશંકાને સ્નાયુમાં ખેંચાણ છે. આ કારણે તેઓ પણ બહાર છે.


શ્રીલંકાએ મોહમ્મદ શિરાઝ અને ઈશાન મલિંગાને ટીમમાં સ્થાન આપ્યું છે. જ્યારે કુસલ જેનિથ, પ્રમોદ મધુશન અને જ્યૉફ્રી વેન્ડરસેને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.


રાહુલ પંતની વનડે ટીમમાં વાપસી  


ટીમ ઈન્ડિયાએ ODI ટીમમાં KL રાહુલ અને ઋષભ પંતને જગ્યા આપી છે. પંત પણ T20 ટીમનો ભાગ છે. રાહુલ ઘણા સમયથી ભારતીય ટીમની બહાર હતો. તેણે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ODI ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. છેલ્લી ટી20 મેચ 2022માં ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી. જો કે હવે તે ODI ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.


ટીમ ઈન્ડિયામાં નવા ચહેરાની એન્ટ્રી  


ભારતે વનડે ટીમમાં રિયાન પરાગ અને હર્ષિત રાણાને જગ્યા આપી છે. રેયાને તાજેતરમાં જ ટી20માં ડેબ્યૂ કર્યું હતું. પસંદગી સમિતિએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને ODI ટીમમાં સામેલ કર્યો. મહત્વની વાત એ છે કે રેયાન પણ T20 ટીમનો ભાગ છે. હર્ષિત અને રિયાને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે.


ભારતના શ્રીલંકા પ્રવાસ માટે ટીમની જાહેરાત  


ODI ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.





જાણો સંપૂર્ણ શેડ્યૂલ:




2 ઓગસ્ટ - પ્રથમ વનડે (કોલંબો)


4 ઓગસ્ટ - બીજી વનડે (કોલંબો)


7 ઓગસ્ટ - ત્રીજી વનડે (કોલંબો)