Shreyas Iyer Reveals IND vs ENG 1st ODI Playing XI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે. જેની પહેલી મેચ 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાઈ હતી. ભારતે પહેલી વનડે 68 બૉલ બાકી રહેતા 4 વિકેટે જીતી લીધી. આ પ્રથમ વનડેના પ્લેઇંગ ૧૧માં, વિરાટ કોહલીને ઘૂંટણમાં સોજાને કારણે બહાર રાખવામાં આવ્યો હતો અને તેના સ્થાને હર્ષિત રાણાને યશસ્વી જાયસ્વાલ સાથે વનડે ડેબ્યૂ કરવાની તક મળી હતી. બધાને લાગ્યું કે કોહલીની જગ્યાએ યશસ્વીને ટીમમાં તક આપવામાં આવી છે. પરંતુ આ બાબતની સત્યતા શ્રેયસ ઐયરે જણાવી છે કે શું ખરેખર કોહલીની જગ્યાએ યશસ્વીને ટીમમાં રાખવામાં આવ્યો હતો?
શ્રેયસ અય્યરે કર્યો ખુલાસો
નાગપુરમાં રમાયેલી પહેલી વનડેમાં શ્રેયસ ઐયરે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેણે ૩૬ બોલમાં ૫૯ રન બનાવ્યા, પરંતુ આ મેચ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત પ્રકાશમાં આવી. વાસ્તવમાં, ઐયર આ મેચની પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતા અને તેમને છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ઘૂંટણમાં સોજાના કારણે વિરાટ કોહલી પ્રથમ વનડેમાંથી બહાર થઈ ગયો હતો. તેમના સ્થાને યુવા બેટ્સમેન યશસ્વી જાયસ્વાલને ડેબ્યૂ કરવાની તક મળી. શરૂઆતમાં એવું લાગતું હતું કે કોહલીની જગ્યાએ જાયસ્વાલનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ શ્રેયસ ઐયરના ખુલાસાએ જાહેર કર્યું કે જાયસ્વાલ પહેલાથી જ ટીમની યોજનાઓમાં હતો અને ઐયર બેન્ચ પર બેસવાનો હતો.
રોહિત શર્માનો ફોન આવ્યો અને બદલાઇ કહાણી
મેચ પછી જ્યારે શ્રેયસ ઐયરને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે હસીને કહ્યું, "હું રાત્રે ફિલ્મ જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આજે આરામ કરીને સમય પસાર કરીશ. પણ પછી મને કેપ્ટન રોહિત શર્માનો ફોન આવ્યો. તેણે કહ્યું કે મારે રમવા માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે વિરાટની તબિયત સારી નથી. પછી મેં તરત જ ફિલ્મ બંધ કરી અને સીધો સૂઈ ગયો, જેથી હું મેચ માટે ફ્રેશ થઈ શકું."
શ્રેયસ ઐયરે મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની આક્રમક શૈલીથી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શરૂઆતથી જ તેમનું નામ પ્લેઇંગ ઇલેવનમાં કેમ નહોતું, ત્યારે તેમણે વિવાદ ટાળ્યો અને કહ્યું, "હું ફક્ત આ જીતનો આનંદ માણવા માંગુ છું."
આ પણ વાંચો