IND vs AUS: ઓસ્ટ્રેલિયન (Australian) ટીમના કેપ્ટન દિગ્ગજ પેસર પેટ કમિન્સ (Pat Cummins)ની માતા મારિયા કમિન્સ (Maria Cummins)નું ગઇ રાત્રે નિધન થઇ ગયુ છે. આ પહેલા કમિન્સ દિલ્હીમાં રમાઇ રહેલી સીરીઝની બીજી ટેસ્ટ બાદ પોતાની બિમાર માંની પાસે ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થઇ ગયો હતો. અમદાવાદમાં ભારત (India) ની વિરુદ્ધ ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સની માંના સન્માનમાં બાંયો પર કાળી પટ્ટી બાંધીને રમી રહ્યાં છે. પેટની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ અત્યારે ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સંભાળી રહ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ ટ્વીટર પર લખ્યું- અમે મારિયા કમિન્સના રાત્રે થયેલા નિધનથી દુઃખી છીએ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ તરફથી હમે પેટ, કમિન્સ પરિવાર અને તેના દોસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.
ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI) એ ટ્વીટ કર્યુ- ભારતીય ક્રિકેટ તરફી અમે પેટ કમિન્સની માંના નિધન પર દુઃખ વ્યક્ત કરીએ છીએ, આ મુશ્લેક ઘડીમાં અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પેટ અને તેના પરિવારની સાથે છે.
ઉલ્લેખનીય છે કે ચોથી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના કૉચ એન્ડ્ર્યૂ મેકડોનાલ્ડે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, પેટ સતત ટીમના સંપર્કમાં છે. જોકે, હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યુ કે વનડે સીરીઝ શરૂ થાય ત્યાં સુધી પેટ કમિન્સ ટીમમાં સામેલ થઇ શકશે કે નહીં.