Shubman Gill And Rashmika Mandanna: ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગીલ ક્રિકેટના મેદાનમાં બેટ વિરોધીઓને ધ્વસ્ત કરી દે છે, હવે આ સમાચાર મેદાનની બહારના પણ સામે આવ્યા છે. હાલમાં ઇન્ટરનેટ પર ચર્ચા છે કે શુભમન ગીલ પર સાઉથની સુપર ડુપર હૉટ એક્ટ્રેસ રશ્મિકા મંદાના ફિદા થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા સારા તેંદુલકર અને સારા અલી ખાનનુ નામ પણ શુભમન ગીલ સાથે ચર્ચામાં રહ્યુ હતુ. હવે બધાની વચ્ચે હૉટ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનુ નામ પણ જોડાઇ ગયુ છે. 


ખરેખરમાં, ઇન્સ્ટાબૉલીવુડ નામના એક ઇન્સ્ટાગ્રામ પેજે શુભમન ગીલ અને રશ્મિકા મંદાનાની તસવીરને પૉસ્ટ કરતાં એ દાવો કર્યો છે કે, ગીલે એક ઇન્ટરવ્યૂમ દરમિયાન આ વાતને કબૂલી કે તેનો પહેલો ક્રશ રશ્મિકા મંદાના હતી. વળી, આના પર ગીલનો જવાબ હવે માત્ર ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  


શુભમન ગીલે આ પૉસ્ટ પર રિપ્લાય કરતાં લખ્યું કે, કયા મીડિયા ઇન્ટરેક્શનમાં મેં આ વાત મેં કહી, જેના વિશે મને ખુદ જ નથી ખબર. જોકે, હજુ સુધી આ પૉસ્ટ પર અભિનેત્રી રશ્મિકા મંદાના તરફથી કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આવી.


 


IND vs AUS, 4th Test, Day 1 Highlights: ઉસ્માન ખ્વાજાની સદી, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 255/4


Border Gavaskar Trophy, 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો ફેંસલો કર્યો હતો. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 104 રન અને કેમરૂન ગ્રીન 49 રને રમતમાં હતા. ભારત તરફથી શમીને 2, જાડેજા અને અશ્વિનને 1-1 સફળતા મળી.


મજબૂત શરૂઆત


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ટ્રેવિડ હેડ (32 રન) અને ઉસ્માન ખ્વાજાએ પ્રથમ વિકેટ માટે 61 રનની પાર્ટનરશિપ કરી હતી. અશ્વિને હેડને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. માર્નસ લાબુશેન 3 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો. જે બાદ સ્ટીવ સ્મિથ (38 રન) અને ઉસ્માન ખ્વાજાએ ત્રીજી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી હતી. પિટર હેંડસકોમ્બ 17 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો.


ચોથી ટેસ્ટ માટેની ભારતીય ટીમ -


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ, અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.



ચોથી ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયન ટીમ - 



ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડસ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મેથ્યૂ કૂહેનમેન, નાથન લિયૉન.




સીરિઝમાં ભારત 2-1થી આગળ


બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈશાન કિશન અમદાવાદમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો કેએસ ભરતને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં કેએસ ભરતે આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.