Champions Trophy 2025 Prize Money: ચેમ્પિયન્સ ટ્રૉફી ટૂર્નામેન્ટ 8 વર્ષ પછી પાછી આવી. છેલ્લા 29 વર્ષમાં આ પહેલી ICC ઇવેન્ટ હતી જેનું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, યજમાન પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થનારો પ્રથમ દેશ બન્યો. શિડ્યૂલ મુજબ, ચેમ્પિયન્સ ટ્રૉફી (ચેમ્પિયન્સ ટ્રૉફી ફાઇનલ 2025) ની ફાઇનલ 9 માર્ચે દુબઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. અહીં જાણો ચેમ્પિયન્સ ટ્રૉફીના વિજેતાને કેટલી ઇનામી રકમ મળશે અને શું અન્ય ટીમોને પણ તેનો લાભ મળશે ?


ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની પ્રાઇઝ મની 
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ના વિજેતાને 2.24 મિલિયન યુએસ ડૉલર એટલે કે ભારતીય ચલણમાં આશરે 19.5 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળશે. આ સાથે વિજેતા ટીમને એક ચમકતી ટ્રૉફી એનાયત કરવામાં આવશે. રનર-અપ ટીમને ઇનામ તરીકે લગભગ 9.75 કરોડ રૂપિયા મળશે.


સેમિફાઇનલમાં પહોંચેલી ટીમોએ પણ ઘણી કમાણી કરી. સેમિફાઇનલમાં હારનારી બંને ટીમોને લગભગ 4.85 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે લગભગ 60 કરોડ રૂપિયાનો ઈનામી પૂલ તૈયાર કરવામાં આવ્યો હતો, જે 2017 ચેમ્પિયન્સ ટ્રૉફી ટૂર્નામેન્ટ કરતા 53 ટકા વધુ છે.


વિજેતા - 19.5 કરોડ રૂપિયા
ઉપવિજેતા - 9.75 કરોડ રૂપિયા
સેમિફાઇનલ (હારનારી ટીમ) - પ્રત્યેકને 4.85 કરોડ રૂપિયા 
પાંચમું/છઠ્ઠું સ્થાન - 3 કરોડ રૂપિયા
સાતમું/આઠમું સ્થાન - 1.2 કરોડ રૂપિયા


દરેક મેચ જીતવા માટે અઢળક રૂપિયા 
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માં ફક્ત વિજેતાઓ જ નહીં પરંતુ જો કોઈપણ ટીમ એક પણ મેચ જીતે છે, તો તેને ઘણા પૈસા મળશે. ICC દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, દરેક જીત માટે ટીમોને લગભગ 29.5 લાખ રૂપિયા મળશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા બદલ આઠેય ટીમોને ૧.૦૮ કરોડ રૂપિયા મળશે. હવે અમે તમને જણાવી દઈએ કે વર્લ્ડકપની જેમ ચેમ્પિયન્સ ટ્રૉફી ટૂર્નામેન્ટનું આયોજન દર 4 વર્ષના અંતરાલ પર કરવામાં આવશે.


આ પણ વાંચો


Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી બાદ શું રોહિત શર્મા નિવૃતિ લેશે? ગૌતમ ગંભીરે આપ્યો જવાબ