Virat Kohli, IND Vs AUS: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલ મેચ મંગળવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 4 વિકેટે મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ મેચનો હીરો વિરાટ કોહલી હતો, જેણે મુશ્કેલ સમયમાં ટીમને સંભાળી અને 84 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે આ ઇનિંગ ત્યારે રમી જ્યારે ટીમે 43 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. હવે મેચ જીત્યા પછી તેણે મોટું નિવેદન આપ્યું હતું
મેચ જીત્યા પછી કોહલીએ શું કહ્યું?
કોહલીએ કહ્યું કે તે જવાબદારી સાથે ટીમને આગળ લઈ જવા માંગતો હતો. તે જાણતો હતો કે જો રન રેટ 6 થી ઉપર જાય છે તો પણ કોઈ સમસ્યા થશે નહીં કારણ કે અમારી પાસે કેટલાક વિસ્ફોટક બેટ્સમેન હતા. કોહલીએ કહ્યું કે બેટિંગ કરતી વખતે તેને કોઈ ચિંતા નહોતી.
કોહલીએ કહ્યું, 'હું રનચેઝ દરમિયાન ઉતાવળમાં નહોતો. હું સિંગલ લઇ રહ્યો હતો. એ બધુ એ વાત પર નિર્ભર હતું કે તમે દબાણને કેવી રીતે સંભાળો છો. તમારે મેચને અંતિમ સમય સુધી લઇ જવી પડશે. તમારે તમારી જાતને નિયંત્રિત કરવી પડશે. જો રન રેટ 6 થી ઉપર હોત તો પણ મને ચિંતા થઇ ના હોત કારણ કે તમે જાણો છો કે તમે કેવી રીતે રમી રહ્યા છો અને તમારા પછી કેટલા બેટ્સમેન બેટિંગમાં હજુ આવવાના બાકી છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે માત્ર 48.1 ઓવરમાં 4 વિકેટે સેમિફાઇનલ જીતી લીધી. ટીમ માટે વિરાટ કોહલીએ 98 બોલમાં સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા.