Team India Schedule: વર્ષ 2023ની શરૂઆત થવાની સાથે ભારતીય ક્રિકેટનું શિડ્યૂલ જાન્યુઆરી મહિનામાં જ્યાં ખુબ વ્યસ્ત જોવા મળ્યુ. આવુ જ હવે ફેબ્રુઆરીમાં પણ એકદમ વ્યસ્ત જોવા મળશે. આ મહિનાની શરૂઆત ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 મેચ રમશે. આ પછી ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. 


ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાનારી 4 મચોની બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝની શરૂઆત 9 ફેબ્રુઆરથી થશે, જ્યારે સીરીઝની બીજી મેચ 17 ફેબ્રુઆરીથી રમાશે, વળી ભારતીય મહિલા ટીમને લઇને વાત કરવામાં આવે તો, તેમના માટે પણ ફેબુઆરીનો મહિનો ખુબ જ વ્યસ્ત રહેવાનો છે. 


આ મહિને ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકામાં રમાનારી આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપમાં ભાગ લેવાનો છે. ભારતીય મહિલા ટીમ આ મેગા ઇવેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 12 ફેબ્રુઆરીથી પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમી કરશે. 


ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમનું ફેબ્રુઆરીમાં પુરેપુરુ શિડ્યૂલ....  


ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્રદર્શન પર આ મહિને તમામની નજર રહેવાની છે, અને તે ટી20 વર્લ્ડકપ પહેલા પોતાની તૈયારીઓને પારખવા માટે સાઉથ આફ્રિકામાં ત્રિકોણીય સીરીઝ પણ રમી રહી છે. આ ટ્રાઇ સીરીઝની ફાઇનલ મેચ 2 ફેબ્રુઆરીએ યજમાન સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાશે.  


ફેબ્રુઆરી મહિનામાં ભારતીય પુરુષ ટીમનું પુરેપુરુ શિડ્યૂલ.... 


1 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ત્રીજી ટી20, અમદાવાદ) 
9 થી 13 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (પહેલી ટેસ્ટ, નાગપુર) 
17 થી 21 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (બીજી ટેસ્ટ, દિલ્હી) 


ફેબ્રુઆરી મહિનામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું પુરેપુરુ શિડ્યૂલ -


2 ફેબ્રુઆરી – સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારત (ત્રિકોણીય સીરીઝ ફાઇનલ) 
6 ફેબુઆરી – ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (ટી20 વર્લ્ડકપ અભ્યાસ મેચ) 
8 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ (ટી20 વર્લ્ડકપ અભ્યાસ મેચ) 
12 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ પાકિસ્તાન (ટી20 વર્લ્ડકપ, ગૃપ -બી) 
15 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ (ટી20 વર્લ્ડકકપ, ગૃપ-બી) 
18 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ (ટી20 વર્લ્ડકપ, ગૃપ -બી) 
20 ફેબ્રુઆરી – ભારત વિરુદ્ધ આયરલેન્ડ (ટી20 વર્લ્ડકપ, ગૃપ-બી)