24 નવેમ્બરથી શરૂ થનારી બંગાળ ટી20 ચેલેન્જમાં આ વખતે 30 મેચ રમાશે, તમામ છ ટીમો બાયૉ બબલમાં પ્રતિસ્પર્ધા કરશે. લીગમાં દરરોજ ડબલ હેડર હશે, આ ઉપરાંત 28 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ત્રિપલ હેડર પણ હશે.
9મી ડિસેમ્બરે રમાશે ફાઇનલ
ટી20 ટૂર્નામેન્ટમાં સેમિ ફાઇનલ મેચ 8 ડિેસેમ્બરે જ્યારે ફાઇનલ મેચ 9મી ડિસેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટમાં કોઇ રોકડ પુરસ્કાર નથી. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા સ્ટૉક હૉલ્ડરોનો કોરોનાથી સુરક્ષિત રાખવા માટે કૉવિડ પ્રૉટોકોલ અંતર્ગત તમામ ઉપાયો કરવામાં આવ્યા છે.
બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ અવિષેક ડાલમિયાએ કહ્યું- દુર્ભાગ્યવશ છ લોકો કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. આમાં ચાર ખેલાડી સામેલ છે અને હવે તેમને બાયૉ બબલમાં રાખવામાં આવ્યા છે.
કોરોના પૉઝિટીવ નીકળેલા પાંચ ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. આમા અભિમન્ય ઇશ્વરન અને અભિષેક રમન (બન્ને ઇસ્ટ બંગાળ), ઋત્વિક ચેટર્જી (મોહમ બાગાન), દીપ ચેટર્જી (કસ્ટમ્સ), અને રોશન સિંહ (તપન મેમૉરિયલ) સામેલ છે.
સીએબીએ ટૂર્નામેન્ટ માટે તમામ સ્વાસ્થ્ય નિયમોની સાથે જૈવ સુરક્ષિત (બાયૉ બબલ) માહોલ તૈયાર કર્યો છે. ટૂર્નામેન્ટના શરૂઆત સત્રમાં ટ્રૉફી માટે મોહન બાગાન અને ઇસ્ટ બંગાળ ઉપરાંત કાલીઘાટ, ટાઉન ક્લબ, તપન મેમૉરિયલની ટીમો રમશે. ટૂર્નામેન્ટમાં કુલ 33 મેચો રમાશે, જેના માટે ટીમોએ 48-48 ખેલાડીઓને પસંદ કર્યા છે. ટૂર્નામેન્ટમાં મનોજ તિવારી, અનસ્તૂપ મજુમદાર, શાહબાજ અહેમદ અને શ્રીવત્સ ગોસ્વામી જેવા ખેલાડીઓ પર રમી રહ્યાં છે. સીએબીના અધ્યક્ષ અવિષેક ડાલમિયાએ કહ્યું- ફાઇનલ અને સેમિફાઇનલની સાથે કુલ 33 મેચ રમાશે. મોટાભાગની મેચો ઇડન ગાર્ડન ગ્રાઉન્ડમાં દુધિયા રોશનીમાં રમાશે. તેમને કહ્યું- ટૂર્નામેન્ટ દરમિયાન તમામ ખેલાડીઓ અને મેચ અધિકારીઓ બાયૉ-બબલમાં રહેશે.