નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની લવ સ્ટૉરી ખુબ દિલચસ્પ રહી છે. હાર્દિક પંડ્યાએ આ વર્ષની શરૂઆતમાં બૉલીવુડ એક્ટ્રેસ સર્બિયન મૂળની નતાશા સ્ટાનકૉવિકની સાથે પોતાના સંબંધો બાંધ્યા, ત્યારબાદ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટાનકૉવિક હંમેશા ચર્ચામાં રહે છે.



હાર્દિક પંડ્યાની નતાશા સાથેની તસવીર પર રાહુલ-ચહલે કરી કોમેન્ટ્સ
નતાશા સ્ટાનકૉવિક દ્વારા પૉસ્ટ કરેલી તસવીર પર હાર્દિક પંડ્યાના ખાસ મિત્ર કેએલ રાહુલ અને યુજવેન્દ્ર ચહલે કૉમેન્ટ કરી છે. કેએલ રાહુલે કૉમેન્ટ કરતા ક્યૂટી..... લખ્યું છે. તો વળી યુજવેન્દ્ર ચહલે યુ બોથ લખીને દિલ દિલની ઇમોજી બનાવી છે. કેએલ રાહુલની રૂમર્ડ ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટીએ પણ આ તસવીરને લાઇક કરી છે.



ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ભારતીય ટીમમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છે. હાર્દિક અને નતાશાએ ગયા વર્ષે સગાઇ કરી લીધી હતી, અને લૉકડાઉનમાં તેમના ઘરે એક બાળકનો જન્મ થયો હતો, 31 મે 2020 ના દિવસે જન્મેલા હાર્દિક પંડ્યાના બાળકનુ નામ અગ્સ્ત્યા રાખ્યુ છે. નતાશા અને હાર્દિક બન્ને લગ્ન જીવનથી ખુબ ખુશ છે.