NZ vs AFG Test Greater Noida Stadium: ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ ગ્રેટર નોઈડા સ્ટેડિયમમાં રમાવાની છે, પરંતુ હવે મેદાનની ખરાબ હાલત સમગ્ર ક્રિકેટ જગતમાં સામે આવી છે. રાતભર પડેલા વરસાદને કારણે મેદાનની હાલત ખરાબ છે અને વિશ્વકક્ષાની સુવિધાઓનો ભારે અભાવ અનુભવાયો છે. હવે કેટરિંગ સુવિધાઓ પર પણ સવાલો ઉભા થયા છે. નવી તસવીરમાં જોઈ શકાય છે કે રસોઈયા વૉશરૂમમાંથી વાસણમાં પાણી ભરી રહ્યો છે.
સમગ્ર ગ્રાઉન્ડ સ્ટાફ અફઘાનિસ્તાન વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ મેચમાં કામકાજ કરવામાં વ્યસ્ત છે. એકતરફ સ્ટેડિયમ સૂકવવું એ ગ્રાઉન્ડ સ્ટાફ માટે મોટી સમસ્યા હોય તેમ લાગી રહ્યું છે. હવે રસોઈયાને વૉશરૂમના વૉશ-બેઝિનમાં વાસણો ધોતો જ નહીં, પણ ત્યાંથી રસોઈ બનાવવા માટે વાસણમાં પાણી પણ ભરતો જોવા મળી રહ્યો છે.
અમને અહીં ફરીથી નથી આવવું -
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) પહેલાથી જ મેદાનની સુવિધાઓ અંગે વાંધો ઉઠાવી ચૂક્યું છે. સ્પોર્ટ્સ ટાક અનુસાર, એસીબીના એક અધિકારીએ કહ્યું, "અહીં સગવડ જેવી કોઈ વસ્તુ નથી. અમે ફરીથી અહીં આવવાનું પસંદ નહીં કરીએ. તેના બદલે અમે લખનઉનું મેદાન પસંદ કરીશું." એસીબીના આ અધિકારીએ એમ પણ કહ્યું કે ગ્રાઉન્ડમાં સામાન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. અહીં મેનેજમેન્ટ નામની કોઈ વસ્તુ નથી અને ખેલાડીઓ પણ સુવિધાઓથી ખુશ નથી.
સતત બીજો દિવસ થયો રદ્દ
ઉત્તર ભારતમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ગ્રેટર નોઈડાના મેદાન પાણીથી ભરાઇ ગયા હતા. મેદાન ભીનું હોવાના કારણે પ્રથમ દિવસની રમત રમાઈ શકી ન હતી. ટૉસ પણ થયો ન હતો. બીજા દિવસની આગલી રાત્રે ફરીથી ભારે વરસાદ પડ્યો, પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફ બીજા દિવસે પણ પિચ અને મેદાનને સૂકવવામાં અસમર્થ હતો. આ કારણોસર બીજા દિવસને પણ રદ જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મેચનો ટોસ પણ થયો નથી.
આ પણ વાંચો
IPL 2025 માં આ 5 ટીમોના કેપ્ટન બદલાઇ જશે ? KKR અને GT માં અય્યર અને ગીલ પાસેથી છીનવાશે કમાન ?