Iftikhar Ali Khan Pataudi: ક્રિકેટ જગતમાં તમે કોઇ ક્રિકેટરને બે દેશોમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોયા હશે, અત્યારે તો ઘણાબધા ખેલાડીઓએ આ કર્યું છે. પરંતુ તમે ક્યારેય નહીં જોયું હોય કે ભારતીય ટીમનો કોઈ ખેલાડી તેની કારકિર્દીમાં ઈંગ્લેન્ડની ટીમ સાથે પણ રમ્યો હોય, અને ભારતની ટીમ સાથે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હોય. આજે અમને તમને આ દિગ્ગજ ખેલાડી વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે. 


ઇફ્તિખાર અલી ખાન પટૌડીએ કર્યુ હતુ આ કારનામુ  -
પંજાબના શાહી પટૌડી ખાનદાનમાં 16 માર્ચ 1910ના દિવસે જન્મેલા ઈફ્તિખાર અલી ખાન પટૌડી ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન ટાઈગર પટૌડીના પિતા હતા. તેણે વર્ષ 1932માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રતિષ્ઠિત એશીઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. પટૌડી સાહેબનું ડેબ્યૂ ખુબ જ શાનદાર રહ્યું હતુ અને તેણે ડેબ્યૂમાં જ શાનદાર સદી ફટકારી હતી. સિડનીમાં રમાયેલી પોતાની ડેબ્યૂ મેચમાં ઈફ્તિખાર અલી ખાન પટૌડીએ 380 બૉલમાં 102 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની આ ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈફ્તિખારે ઈંગ્લેન્ડ માટે ત્રણ મેચ રમી છે. ખાસ વાત છે કે, તેણે આ ત્રણેય મેચ એશીઝ દરમિયાન જ રમી હતી.


ટીમ ઇન્ડિયાના બન્યા હતા ત્રીજા કેપ્ટન -
ઈંગ્લેન્ડમાં રમ્યા બાદ ઈફ્તિખાર પટૌડી ભારત આવ્યા અને તેમણે વર્ષ 1936માં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી. વિજયનગરમના સીકે ​​નાયડુ મહારાજ પછી તે ભારતના ત્રીજા ટેસ્ટ કેપ્ટન બન્યા. લગભગ એક વર્ષ સુધી ટેસ્ટ ટીમના કેપ્ટન રહેલા પટૌડીએ 3 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. તેની કેપ્ટનશીપના આંકડાઓ પર નજર કરીએ તો, તે ત્રણમાંથી બે ટેસ્ટ હારી ગયા હતા અને એક ટેસ્ટ ડ્રો રહી હતી. નવાબ પટૌડી ભારત માટે 3 ટેસ્ટ મેચ રમ્યા, જેમાં તેઓ ટીમના કેપ્ટન રહ્યાં હતા. ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમો તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર તે એકમાત્ર ક્રિકેટર છે.