CSK vs LSG Playing 11 Prediction: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં છઠ્ઠી મેચ રમાશે, આજે મેદાનમાં એકબાજુ ધોની અને બીજીબાજુ રાહુલની ટીમો ટકરાશે. આ પહેલા અહીં અમે તેમને બન્નેની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન બતાવી રહ્યા છીએ, જાણો આજે કયા કયા ખેલાડીઓને મોકો મળી શકે છે.
આજે બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. IPL 2023માં બંને ટીમોની આ બીજી મેચ હશે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરી ચૂકી છે, તો વળી, લખુ પોતાની પ્રથમ મેચમાં દિલ્હી સામે જીતીને આવ્યુ છે. ધોનીની ટીમ આજે જીતી સાથે વાપસી કરવા માંગશે, તો વળી, કેએલ રાહુલ ફરી એકવાર ટીમને જીત સાથે આગળ લઇ જવા માટે પ્રયાસ કરશે. મેચ પહેલા જાણો આજની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન.....
આવી હોઇ શકે છે આજે બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન -
ચેન્નાઈ સુપર કિંગ્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ડેવૉન કૉનવે, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, બેન સ્ટૉક્સ, અંબાતી રાયુડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે/પ્રશાંત સોલંકી, એમએસ ધોની, દીપક ચહર, મિશેલ સેન્ટનર, રાજવર્ધન હેંગરગેકર.
લખનઉ સુપર જાયન્ટ્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન -
કેએલ રાહુલ, કાયલી મેયર્સ, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, આયુષ બદોની/કે ગૌતમ, માર્ક વૂડ, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.