નવી દિલ્હીઃ કોરોના વધુ એક મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટનનો ભોગ લઇ શકે છે. ભારતમાં રમાનારી આઇપીએલ પહેલાથી જ રદ્દ થવાના આરે છે, ત્યારે વધુ એક ટી20 ટૂર્નામેન્ટ એટલે કે ટી20 વર્લ્ડકપ હવે રદ્દ થવાની સંભાવના છે. ટી20 વર્લ્ડકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારો છે.


એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના કારણે આ વર્ષે યોજાનારો ક્રિકેટ ટી20 વર્લ્ડકપ રદ્દ થઇ શકે છે. કોરોનાના કારણે આઇસીસીની કમાણીમાં 50 ટકાનો ઘટાડો આવી શકે છે. આને ધ્યાનમાં રાખીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના સ્ટાફનો પગાર કાપવાનુ શરૂ કરી દીધુ છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી બે મહિના સુધી 80 ટકા સ્ટાફના પગારમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે, બોર્ડે આ નિર્ણય નાણાંકીય કટોકટીના કારણે લીધો છે.



ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે હાલ કોરોના ચાલી રહ્યો છે, આઇસૉલેશનના સમય પર ક્રિકેટ સાથે જોડાયેલી ગતિવિધિઓ ના થઇ શકે. અમે 27 એપ્રિલ સુધી કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. એક્સપર્ટનુ માનવુ છે કે, નાણાંકીય ખેંચતાણ વચ્ચે ટી20 વર્લ્ડકપ કરાવવો શક્ય નથી.

રિપોર્ટ એવા પણ છે કે આઇસીસી ટી20 વર્લ્ડકપ ટાળવાની જાહેરાત જૂનમાં કરી શકે છે.