IPL 2024, Cricket Tweets Updates: આ વખતે આઇપીએલ 2024ની હરાજી આગામી 19 ડિસેમ્બરથી દુબઈમાં યોજાવાની છે. આવું પહેલીવાર બનશે જ્યારે આઈપીએલની હરાજી વિદેશમાં યોજાશે. IPL 2024 માટે ચાહકોમાં પહેલેથી જ ઉત્સાહ છે. IPL 2023નું ટાઇટલ ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને જીત્યું હતું. IPL 2023 માં ચાહકોને પ્રથમ વખત ઇમ્પેક્ટ પ્લેયર નિયમ જોવા મળ્યો. હવે વસીમ જાફરે ઈમ્પેક્ટ પ્લેયર રૂલને લઈને મોટું નિવેદન આપ્યું છે.


વસીમ જાફરે કહી આ વાત 
વસીમ જાફરે ટ્વીટ કર્યું કે IPLમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ દુર કરી દેવો જોઈએ, કારણ કે તે ઓલરાઉન્ડરોને વધુ બૉલિંગ કરવા માટે પ્રોત્સાહિત કરતો નથી. ભારતીય ક્રિકેટ માટે ઓલરાઉન્ડર અને બેટ્સમેનોની બૉલિંગ ના કરવી એ મોટી ચિંતાનો વિષય છે.


IPL 2023માં થયો હતો ઉપયોગ 
IPL 2023માં પ્રથમ વખત ઈમ્પેક્ટ પ્લેયર નિયમ આવ્યો. આ નિયમ હેઠળ ટૉસ સમયે પ્લેઇંગ ઇલેવન ઉપરાંત કેપ્ટને 5 વધુ ખેલાડીઓના નામ આપવાના હોય છે, જેનો તે મેચ દરમિયાન ઉપયોગ કરવા માંગે છે. આ 5 ખેલાડીઓમાંથી કોઈપણ એક ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં રમનાર ખેલાડીને બદલે છે. આ રીતે મેચમાં 12 ખેલાડીઓ રમી શકે છે. આવી સ્થિતિમાં 12મા ખેલાડીને ઈમ્પેક્ટ પ્લેયર કહેવામાં આવે છે.






આ ટીમોએ હજુ સુધી નથી જીત્યો એકપણ ખિતાબ 
IPL એ વિશ્વની સૌથી વધુ જોવાયેલી લીગ છે. ઘણા સ્ટાર ક્રિકેટરોએ અહીં રમીને પોતાની કારકિર્દી બનાવી છે. આઈપીએલમાં રમીને ખેલાડીઓને પૈસા અને પ્રસિદ્ધિ બંને મળે છે. આઈપીએલની 16 સિઝન થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચ-પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂકી છે. KKR બે વખત રાજસ્થાન રૉયલ્સ, ડેક્કન ચાર્જર્સ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે એક-એક વખત ટ્રોફી જીતી છે.