T20 World Cup Semi Final Live Streaming In India: ટી20 વર્લ્ડકપ 2024 તેના અંત તરફ આગળ વધી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં લીગ મેચો પૂર્ણ થઈ ગઈ છે. હવે સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રમવાની બાકી છે. સેમિફાઈનલ મેચોને લઈને મોટી દ્વિધા સર્જાઈ રહી છે. સ્થાનિક સમય અનુસાર, બંને સેમિફાઇનલ મેચો અલગ-અલગ દિવસે રમાશે, પરંતુ ભારતીય સમય અનુસાર ટૂર્નામેન્ટની બંને સેમિફાઇનલ એક જ દિવસે રમાશે. તો ચાલો સમજીએ બંને સેમિફાઈનલનો સમય. આ સિવાય એ પણ જણાવવામાં આવશે કે તમે આ મેચોને 'ફ્રી' કેવી રીતે લાઈવ જોઈ શકશો.


શું હશે બન્ને સેમિફાઇનલની ટાઇમિંગ ? 
ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. ત્યારબાદ બીજી સેમિફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો સામસામે ટકરાશે. દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી પ્રથમ સેમિફાઇનલ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. સ્થાનિક સમય અનુસાર, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સેમિફાઇનલ 26 જૂન, બુધવારે રાત્રે 8:30 વાગ્યે રમાશે. પરંતુ, ભારતીય સમય અનુસાર, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ મેચ 27 જૂન, ગુરુવારે સવારે 6 વાગ્યે શરૂ થશે.


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઈનલ ગયાનાના પ્રૉવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. સ્થાનિક સમય અનુસાર, આ મેચ ગુરુવાર, 27 જૂને સવારે 10:30 વાગ્યે થશે. જોકે, ભારતીય સમય અનુસાર, ભારતની સેમિફાઇનલ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે.


કઇ રીતે 'ફ્રી'માં લાઇવ જોઇ શકશો સેમિફાઇનલ 
ટી20 વર્લ્ડકપની બંને સેમિફાઇનલનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. ડિઝની પ્લસ હૉટસ્ટાર પર સેમિફાઇનલ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ થશે, જે તમે મોબાઇલ પર 'ફ્રી' જોઈ શકશો.


ગઇ વખતે પણ રમાઇ હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ  
ગઇ વખત એટલે કે 2022 ટી20 વર્લ્ડકપમાં પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જો કે, 2022 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.