India vs West Indies 2nd T20 Weather Report Today: આજે ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કસોટી વેસ્ટ ઇન્ડિઝ સામે થવાની છે, આજે ભારતીય ટીમ બીજી ટી20 રમવા માટે વેસ્ટ ઇન્ડિઝ સામે ગયાનાના ગ્રાઉન્ડ પર ટકરાશે. પાંચ મેચોની સીરીઝની બીજી ટી20 મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી ગયાનાના પ્રૉવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પર વરસાદનો પડછાયો છવાયેલો છે. જાણો શું કહે છે હવામાન અહેવાલ.....


બીજી ટી20માં વરસાદ બનશે વિલન ?
ખાસ વાત છે કે, આ સમયે ગયાનામાં વરસાદની મોસમ છે. આ પ્રવાસમાં અગાઉ પણ વરસાદ વિલન બન્યો છે. ગયાનામાં રવિવારે એટલે કે આજે પણ વાદળછાયું રહેવાની ધારણા છે. જોકે રિપોર્ટ અનુસાર મેચ દરમિયાન વરસાદની શક્યતા ઘણી ઓછી છે.


હેડ ટૂ હેડ આંકડા - 
ટી20 ઈન્ટરનેશનલમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કરની વાત કરીએ તો બંને ટીમો અત્યાર સુધીમાં 26 વાર ટકરાયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 17 મેચ જીતી છે. વળી, વેસ્ટ ઈન્ડિઝ માત્ર આઠ મેચ જીતી શક્યું છે. આ ઉપરાંત એક મેચનું પરિણામ ન હતું નીકળ્યુ. 


મેચ પ્રિડિક્શન - 
ભલે વેસ્ટ ઈન્ડિઝ પાસે પાવર હિટર છે અને યજમાન ટીમે પ્રથમ ટી20 જીતી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાના સ્પિનરો ફરી એકવાર પોતાના માટે મુશ્કેલ પડકાર રજૂ કરશે. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો માટે કુલદીપ યાદવ, યુઝેન્દ્ર ચહલ અને અક્ષર પટેલને રમવું આસાન નહીં હોય. અમારું મેચ પ્રિડિક્શન મીટર કહે છે કે આ મેચમાં પણ ક્લૉઝ ફાઇટ જોવા મળી શકે છે, પરંતુ ટીમ ઈન્ડિયા જીતી શકે છે.


કોઇપણ ફેરફાર વિના ઉતરશે બન્ને ટીમો - 
વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ટી20 જીતી હતી. આવામાં તે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવાનું પસંદ નહીં કરે. બીજીબાજુ પ્રથમ ટી20માં હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયા બીજી ટી20માં પણ આ જ ટીમ સાથે મેદાનમાં ઉતરી શકે છે. ફરી એકવાર ટીમ ઈન્ડિયા પોતાના યુવા ખેલાડીઓ પર વિશ્વાસ બતાવવા માંગે છે.


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - 
શુભમન ગીલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજૂ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ,  મુકેશ કુમાર.


વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ ઈલેવન - 
કાયલી મેયર્સ, બ્રેન્ડન કિંગ, જૉન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (વિકેટકીપર), શિમરૉન હેટમાયર, રૉવમેન પૉવેલ (કેપ્ટન), જેસન હૉલ્ડર, રૉમારિયો શેફર્ડ, અકીલ હૂસૈન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.