આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ ટી-20 મેચની સીરિઝની બીજી મેચ રમાશે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમને 4 રને હરાવ્યું હતું. જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયા વાપસી કરવાના ઈરાદા સાથે ઉતરશે. પરંતુ આ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટી-20 મેચ ગુયાનામાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો ડીડી સ્પોર્ટ્સ પર ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ લાઈવ જોઈ શકે છે. આ સિવાય તમે Jio સિનેમા અને ફેનકોડ પર લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકો છો. વાસ્તવમાં ચાહકોએ ફેનકોડ પર મેચ જોવા માટે ચૂકવણી કરવી પડશે, પરંતુ ડીડી સ્પોર્ટ્સ અને જિયો સિનેમા પર તે મફતમાં જોઈ શકશે.


વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ટી-20 મેચમાં ભારતને 4 રને હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા હતા. આ ભારતીય ટીમ સામે મેચ જીતવા માટે 150 રનનો ટાર્ગેટ હતો. પરંતુ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાને 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી, જેમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝનો 4 રને વિજય થયો હતો. આ સાથે તેણે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટ 145 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સૌથી વધુ રન તિલક વર્માએ 39 બનાવ્યા હતા.


ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન


શુભમન ગિલ, ઈશાન કિશન , સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર


વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ ઈલેવન


કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, અકીલ હોસેન, અલઝારી જોસેફ અને ઓબેડ મેકોય