ખાસ વાત એ છે કે, આ ટીમમાં ભારતના ત્રણ ખેલાડીઓને સ્થાન મળ્યુ છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, કેપ્ટન વિરાટ કોહલી અને ઉપકેપ્ટન રોહિત શર્માનુ નામ છે. વિઝડનની આ વનડે ટીમમાં સૌથી વધુ 3 ખેલાડીઓ ભારતના છે.
ઉલ્લેખનીય છે કે, વિઝડનની આ વનડે ટીમમાં એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને છેલ્લા દસ વર્ષમાં (એક દાયકામાં) વનડે મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હોય. આ ટીમ છેલ્લા 10 વર્ષના બેસ્ટ ક્રિકેટરોથી બનાવવામાં આવી છે.
વિઝડનની દાયકાની શ્રેષ્ઠ વનડે ટીમ.....
રોહિત શર્મા - ઓપનર
ડેવિડ વોર્નર - ઓપનર
વિરાટ કોહલી - બેટ્સમેન
એબી ડિવિલિયર્સ - બેટ્સમેન
જૉસ બટલર - બેટ્સમેન
મહેન્દ્ર સિંહ ધોની - વિકેટકીપર
શાકિબ અલ હસન - ઓલરાઉન્ડર
લસિથ મલિંગા - ફાસ્ટ બૉલર
મિચેલ સ્ટાર્ક - ફાસ્ટ બૉલર
ટ્રેન્ટ બૉલ્ટ - ફાસ્ટ બૉલર
ડેલ સ્ટેન - ફાસ્ટ બૉલર
નોંધનીય છે કે, હાલ આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડ નંબર વનની પૉઝિશન પર છે, ભારત બીજા નંબર, ન્યૂઝીલેન્ડ ત્રીજા નંબરે અને ઓસ્ટ્રેલિયા ચોથા તથા સાઉથ આફ્રિકા પાંચમા નંબરે સ્થાન ધરાવે છે.