'હિટમેન' રોહિત શર્મા નહીં રમે શ્રીલંકા સામેની ટી20 સીરીઝ, આ બે ખેલાડીઓ કરશે ઓપનિંગ, જાણો વિગતે
abpasmita.in | 24 Dec 2019 09:16 AM (IST)
શ્રીલંકા સામેની ટી20 સીરીઝમાં ભારતીય ઓપનર અને ઉપકેપ્ટન રોહિત શર્માની સાથે સાથે મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કોન્ટ્રૉલ બોર્ડે આગામી મહિને શ્રીલંકા સામે રમાનારી સીરીઝ માટે ટીમ ઇન્ડિયાના જાહેરાત કરી દીધી છે, ખાસ વાત છે કે, ત્રણ મેચોની ટી20 સીરીઝમાં રોહિત શર્માને સ્થાન નથી આપવામાં આવ્યુ, આના પાછળનુ કારણ રોહિત શર્માને આરામ અપાયો છે. શ્રીલંકા સામેની ટી20 સીરીઝમાં ભારતીય ઓપનર અને ઉપકેપ્ટન રોહિત શર્માની સાથે સાથે મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે. વળી બીજીબાજુ શિખર ધવન અને જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઇ છે. રોહિતની ગેરહાજરીમાં ટી20 સીરીઝમાં ભારત તરફથી લોકેશ રાહુલ અને શિખર ધવન ઓપનિંગ કરશે. ભારતીય ટીમઃ (શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરીઝ માટે) વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, શાર્દૂલ ઠાકુર, મનિષ પાંડે, વૉશિંગટન સુંદર, સંજૂ સેમસન. શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરીઝ 2020ની શરૂઆત ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 શ્રેણીથી કરશે. શ્રેણીની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. બીજી ટી-20 મેચ 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં અને ત્રીજી ટી-20 મેચ 10 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે. આ પછી ઓસ્ટ્રેલિયા સામે વન ડે સીરિઝ રમાશે.