Cricket World Cup Super League: ભારતમાં આગામી વર્ષે ક્રિકેટ વર્લ્ડકપ (Cricket World Cup 2023)નુ આયોજન થવાનુ છે. આમાં 10 ટીમો ભાગ લેશે. આ 10 માંથી 8 ટીમો વર્લ્ડકપ સુપર લીગ પૉઇન્ટ્સ ટેબલ (Cricket World Cup Super League Points Table) થી નક્કી થશે, જ્યારે અન્ય બે ટીમો વર્લ્ડકપ ક્વૉલિફાયર રાઉન્ડના સહારે હાજરી આપશે. ભારતીય ટીમ યજમાન હોવાના કારણે પહેલાથી જ વર્લ્ડકપ માટે પોતાની જગ્યા પાક્કી કરી ચૂકી છે. આવામાં અન્ય સ્પૉટ માટે ટીમોની શું છે સ્થિતિ ? જુઓ અહીં......
શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા છે ટૉપ -8માંથી બહાર -
ક્રિકેટ વર્લ્ડકપ સુપર લીગમાં ટૉપ પર ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડની સાથે સાથે પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા પણ આ પૉઇન્ટ ટેબલમાં ટૉપ-8માં છે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ હાલમાં વર્લ્ડકપ 2023માં ડાયરેક્ટ એન્ટ્રીનો દાવો ઠોકી રહી છે. અહીં બે મોટી ટીમો શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા ટૉપ-8માંથી બહાર છે. આવામાં આ બન્ને ટીમો વર્લ્ડકપ માટે ડાયરેક્ટ એન્ટ્રીથી ચૂકી શકે છે. તેમને ક્વૉલિફાઇંગ રાઉન્ડ રમવો પડી શકે છે.
રેન્ક | ટીમ | મેચ | જીત | હાર | પૉઇન્ટ |
1 | ઇંગ્લેન્ડ | 18 | 12 | 5 | 125 |
2 | બાંગ્લાદેશ | 18 | 12 | 6 | 120 |
3 | પાકિસ્તાન | 17 | 11 | 6 | 110 |
4 | અફઘાનિસ્તાન | 12 | 10 | 2 | 100 |
5 | ન્યૂઝીલેન્ડ | 10 | 9 | 1 | 90 |
6 | વેસ્ટ ઇન્ડિઝ | 22 | 9 | 13 | 90 |
7 | ભારત (Q) | 13 | 9 | 4 | 89 |
8 | ઓસ્ટ્રેલિયા | 12 | 7 | 5 | 70 |
9 | આયરલેન્ડ | 21 | 6 | 13 | 68 |
10 | શ્રીલંકા | 18 | 6 | 11 | 62 |
11 | દક્ષિણ આફ્રિકા | 13 | 4 | 7 | 49 |
12 | ઝિમ્બાબ્વે | 16 | 3 | 12 | 35 |
13 | નેધરલેન્ડ્સ | 18 | 2 | 15 | 25 |
આવુ છે વર્લ્ડકપ સુપરલીગનું ફોર્મેટ -
વર્લ્ડકપ સુપર લીગમાં 13 ટીમોને રાખવામાં આવી છે. આ 13 ટીમોની વચ્ચે વર્ષ 2020 થી 2023 સુધી રમાયેલી કેટલીક દ્વીપક્ષીય સીરીઝ વર્લ્ડકપ સુપર લીગનો ભાગ છે. આ સીરીઝમાં રમાનારી મેચોમાં ટીમોના પ્રદર્શનના આધાર પર વર્લ્ડકપ સુપર લીગમાં પૉઇન્ટ આપવામાં આવ્યા છે. જીતનારી ટીમને 10 પૉઇન્ટ, હારનારી ટીમને ઝીરો પૉઇન્ટ અને ડ્રૉ/ટાઇ/પરિણામ વિનાની મેચોને 5-5 પૉઇન્ટ આપવામાં આવે છે. અહીં ટૉપ 8 ટીમો વર્લ્ડકપ 2023 માં સીધી એન્ટ્રી કરશે. બાકી ટીમોને અન્ય 5 એસોસિએટ ટીમોની સાથે ક્વૉલિફાઇંગ મેચો રમવી પડશે, એટલે કે કુલ 10 ટીમોની વચ્ચે ક્વૉલિફાયર્સ મેચો અને આમાંથી 2 ટીમો વર્લ્ડકપ 2023માં પહોંચશે.