ખરેખર, આકાશ ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક બાળક ક્રિકટ રમી રહ્યો છે. આ વીડિયોમાં બાળકની બેટિંગ જોઇને પૂર્વ ક્રિકેટર ચોંકી ગયો છે. બાળક કેટલી તાકાતથી બૉલને ફટકારે છે, અને તેને છેક સુધી મોકલી દે છે. બાળકો તાબડતોડ બેટિંગ કરતો દેખાઇ રહ્યો છે.
વીડિયોમાં એક ડાબોડી બેટ્સમેન નાનો છોકરો સીડીઓ પર ઉભો છે, જે બૉલને એવી રીતે ફટકારે છે, બૉલ સીધો ક્યાંય દુર જઇને પડે છે. સોશ્યલ મીડિયા પર લોકો આ બાળકની તુલના ક્રિસ ગેલ સાથે કરી રહ્યાં છે.
આકાશ ચોપડા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, ક્રિકેટરમાંથી કૉમેન્ટેટર બનેલા આકાશ અનેકવાર નાના બાળકોના વીડિયો શેર કરી ચૂક્યા છે.