રિપોર્ટ પ્રમાણે, મુંબઇ ઇન્ડિયન્સની ટીમ આ વખતે સ્પિનરોની કમી સામે ઝઝૂમતી દેખાશે. ટીમની ફાસ્ટ બૉલિંગ અનુભવી છે, પરંતુ સ્પિન એટેકમાં ટીમ કમજોર પડી શકે છે. કેમકે ટીમ અબુધાબીની ધીમી પીચો પર પોતાની મોટાભાગના (આઠ) મેચો રમવાની છે, અને આ પરિસ્થિતિઓમાં સ્પિનરની ભૂમિકા મહત્વની સાબિત થઇ શકે છે. આ આઠ મેચોની પીચો સ્પીનર્સ માટે સારી છે, જેથી અહીં રોહિતની ટીમને સારા સ્પીનર્સ વિના સંઘર્ષ કરવો પડી શકે છે.
કેપ્ટન રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટૉન ડી કૉકની ઓપનિંગ જોડી બેટિંગમાં મુંબઇ ઇન્ડિયન્સને મજબૂતી આપી શકે છે. પરંતુ બૉલિંગમાં આ વાત ઉંધી પડી શકે છે. આગામી 19 સપ્ટેમ્બરે વિજેતા ટીમને ચેન્નાઇની મજબૂત ટીમ ટક્કર આપવા માટે સજ્જ થઇ ચૂકી છે.
મુંબઇ ઇન્ડિયન્સની મુખ્ય સમસ્યા બૉલિંગમાં સંયોજન લાવવાની રહેશે. ખાસ કરીને સ્પિન એટેકમાં. ફાસ્ટ બૉલિંગમાં મલિંગા અને બૂમરાહ મુખ્ય છે. પરંતુ સ્પિન બૉલિંગમાં ઓપ્શન શોધવો જરૂરી છે.
જોકે, રોહિતની પાસે કૃણાલ પંડ્યા છે જે કામચલાઉ સ્પિનર બની શકે છે. સાથે સાથે રાહુલ ચાહર, જયંત યાદવ ટીમ માટે કંઇક કરી શકે તે ખુબ જરૂરી છે.
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ....
રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંહ, અનુકુલ રૉય, ક્રિસ લિન, ધવલ કુલકર્ણી, દિગ્વીજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પેટિન્સન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિચેલ મેક્લાઘન, મોહસિન ખાન, નાથન કુલ્ટર નાઇલ, પ્રિન્સ બલવંત રાય, ક્વિન્ટૉન ડી કૉક, રાહુલ ચાહર, સૌરવ તિવારી, શેરફેન રદરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બૉલ્ટ.