નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના આજકાલ ખુબ ચર્ચામાં છે. સુરેશ રૈના આઇપીએલની 13મી સિઝન છોડીને યુએઇથી ભારત પોતાના ઘરે આવી પહોંચ્યો છે. આ બધાની વચ્ચે અટકળો છે કે સુરેશ રૈના ફરી એકવાર સીએસકેની ટીમ સાથે જોડાઇ શકે છે. પરંતુ રૈના ભારતમાં આવીને એકદમ રોમેન્ટિક મૂડમાં આવી ગયો છે. તેને તાજેતરમાં જ પોતાની પત્ની પ્રિયંકા માટે એક ખાસ ટ્વીટ કર્યુ છે, જે ચર્ચાનો વિષય બનીને વાયરલ થઇ ગયુ છે. સુરેશ રૈનાએ ટ્વીટર પર પોતાની પત્ની પ્રિયંકા રૈના માટે એક પ્રેમભર્યો ઇજહાર કર્યો છે. તેને પત્ની સાથે પોતાની તસવીર શેર કરતાં તેને દિલને સ્પર્શી લે તેવી કેટલીક પંક્તિઓ પણ કહી છે.


સુરેશ રૈનાએ ટ્વીટર પર લખ્યું- મારી એક જ ઇચ્છા છે કે તુ ખુદને મારી આંખોથી જો, ત્યારે તે અનુભવી શકે છે કે તુ મારા માટે કેટલુ મહત્વ રાખે છે, અને હું તને કેટલો પ્રેમ કરુ છું, તુ છે અને હંમેશા રહીશ પ્રિયંકા રૈના.



રૈનાની આ પૉસ્ટ પર કેટલાક ફેન્સ કૉમેન્ટ કરીને તેના પ્રસંશા કરી રહ્યાં છે, કેટલાક ફેન્સ તેને આઇપીએલ 2020માં પાછો ફરવાનો અનુરોધ કરી રહ્યાં છે.



કેવી રહી સુરેશ રૈનાની ક્રિકેટ કેરિયર....
સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ આ વર્ષે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધ હતુ.

33 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.

રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.