ઇંગ્લેન્ડમાં એક ક્લબ 29 વર્ષીય ક્રિકેટર ડેવિડ હેમર્સની ધરપકડ કરવામાં આવી છે. સ્કૂલની યુવતીને અશ્લીલ અને ગંદા સેક્સ મેસેજ મોકલવાના કેસમાં પોલીસે તેની ધરપકડ કરી છે. આ મામલે જાતીય અપરાધ કાર્યક્રમ અંતર્ગત તેણે ત્રણ વર્ષની કોમ્યુનિટી ઓર્ડરની સજા ફટારવામાં આવી છે.
ટાયનેમાઉથ ક્રિકેટ ક્લબના મેદાનમાંથી બે પોલીસકર્મીઓએ તેની ધરપકડ કરે તે પહેલાં જ તેની ટીમના સાથીઓની સામે ક્લબ ક્રિકેટરનો મુકાબલો થયો હતો. તેના વકીલના આવતા પહેલા હેમર્સની પોલીસે પૂછપરછ કરી હતી. આ મામલે જ્યારે હેમર્સને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો ત્યારે તેના સાથી ક્રિકેટરોને પણ આઘાત લાગ્યો હતો.
મેદાન પરથી બે પોલીસકર્મી જ્યારે તેને લઈ ગયા ત્યારે જ તેણે તેના પર લાગેલ આરોપ સ્વીકારી લીધા હતા. તેણે 13 અને 14 વર્ષની યુવતીઓ સાથે ગંદી અને શ્લીલ ચેટ મેસેચ કર્યાનું સ્વીકાર્યું હતું.
ધ મિરરના અહેવાલ અનુસાર આવા લોકને પકડવા માટે કિશોરવયની યુવતીઓના બનાવટી એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. કોર્ટમાં વકીલે કહ્યું કે, હેમર્સ હંમેશા યુવતીઓ સાથે આવી અશ્લીલ અને ગંદી વાતો કરતો હતો.
હેમર કે જે લોકલ ટીમ માટે ક્રિકેટ રમતો હતો તે નકલી એકાઉન્ટ બનાવીને માત્ર કિશોરવયની યુવતીઓ શોધીને તેની સાથે જ ગંદી અને અશ્લીલ મેસેજમાં વાતો કરતો હતો.
કોર્ટમાં સરકારી વકીલે કહ્યું કે, હેમરે યુવતીઓ કિશોરવયની હોવાનું જાણવા છતા પણ ગંદા અને અશ્લીલ મેસેજ મોકલવાનું ચાલી રાખ્યું હતું. એટલે જ નહીં તેણે સેક્સ પોઝિશનના ચીત્રો પણ યુવતીઓને મોકલ્યા હતા.
કોર્ટે આ મામલે સંપૂર્ણ દલીલ સાંભળ્યા બાદ હેમર્સને ત્રણ વર્ષની સજા સંભળાવી છે.
Tokyo Olympics: હોકીમાં ભારતે સ્પેનને 3-2થી આપી હાર, આ ખેલાડી રહ્યા જીતના હીરો