Vinod Kambli Controversy: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કામ્બલી એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયો છે, આ વખતે તેની પત્નીએ મુંબઇના બ્રાન્દ્રા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધમાં દારુના નશામાં કથિત રીતે ગાળો બોલીને મારામારી કરવાનો આરોપ લગાવ્યો છે, તેની પત્નીએ તેની વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. 


વિનોદ કામ્બલીની પત્નીની ફરિયાદના આધાર પર મુંબઇ પોલીસે તેની વિરુદ્ધ IPC ની કલમ 324 અને 504 અંતર્ગત કેસ નોંધી લીધો છે. વિનોદ કામ્બલીની પત્નીએ આરોપ લગાવ્યો છે કે વિનોદ કામ્બલીએ તેના પર કુકિંગ પેનનું હેન્ડલ ફેંક્યુ, જેના કારણે તેના માથામાં વાગ્યુ છે. 


વિનોદ કામ્બલીની પત્ની અનુસાર, આ ઘટના શુક્રવારે બપોરે 1 વાગ્યાથી 1.30 વાગ્યાની વચ્ચે બની, જ્યારે વિનોદ કામ્બલી કથિત રીતે દારુ પીને નશામાં બ્રાન્દ્રા સ્થિત પોતાના ઘરે પહોંચ્યો અને પોતાની પત્નીને ગાળાગાળી કરવા લાગ્યો, તે પછી તે દોડીને રસોડામાં ગયો અને કુકિંગ પેનનું હેન્ડલ લઇને તેના માથામાં મારી દીધુ હતુ. 


બ્રાન્દ્રા પોલીસના એક અધિકારીએ બતાવ્યું કે પોલીસની પાસે આવ્યા પહેલા વિનોદ કામ્બલીની પત્નીએ પોતાના ભાભા હૉસ્પીટલમાં ઇલાજ કરાવ્યો, આ પછી વિનોદ કામ્બલીની પત્ની પોલીસ સ્ટેશન આવી અને પતિ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી.


ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વિનોદ કામ્બલી વિવાદોમાં આવી ચૂક્યો છે. આ પહેલા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ પોલીસે વિનોદ કામ્બલીની ધરપકડ કરી હતી, તેને ત્યારે પણ દારુના નશામાં પોતાની ગાડીથી એકબીજી ગાડીને ટક્કર મારી દીધી હતી.


વિનોદ કાંબલીઃ સચિન તેંડુલકરના લંગોટીયા મિત્ર વિનોદ કાંબલીએ 1998માં બાળપણની મિત્ર નોએલા લુઇસ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષ બાદ તેણે પૂર્વ મોડલ આંદ્રે હેવિટ સાથે લગ્ન કરવા નોએલાને છૂટાછેડા આપ્યા હતા.


IND vs AUS: બોર્ડર-ગાવસ્કર સીરીઝમાં વિરાટ કોહલી ઈતિહાસ રચી શકે છે, 318 રનની જરુર


Virat Kohli Border-Gavaskar Trophy 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર શ્રેણી 9 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાશે. આ સિરીઝમાં બધાની નજર ઘણા મોટા ખેલાડીઓ પર રહેશે. આ વખતે રોહિત શર્મા ભારતીય ટીમની કમાન સંભાળશે. તે જ સમયે, ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઘણી આશાઓ છે. વિરાટ કોહલી આ દિવસોમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં તે આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કરી શકે છે. કોહલી આ સિરીઝમાં 318 રન બનાવીને મોટી સિદ્ધિ મેળવી શકે છે.


ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 2000 રન પૂરા કરી શકે છે


વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ 20 ટેસ્ટ મેચ રમી છે. આ મેચોની કુલ 30 ઇનિંગ્સમાં તેણે 48.05ની એવરેજથી 1682 રન બનાવ્યા છે. 2023માં રમાનારી બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે 318 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન પૂરા કરી શકે છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં કુલ 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે. આમાં તેનો હાઈ સ્કોર 169 રન છે.


બીજી તરફ, બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં પૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર નંબર વન પર છે. સચિને 34 ટેસ્ટ મેચોની 65 ઇનિંગ્સમાં 56.24ની એવરેજથી 3262 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 9 સદી અને 16 અડધી સદી નીકળી છે. આમાં તેનો હાઈ સ્કોર 241* રન રહ્યો છે.


કોહલીએ તેની છેલ્લી ટેસ્ટ સદી 2019માં ફટકારી હતી


ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી 2019થી ટેસ્ટ ક્રિકેટમાં સારા ફોર્મમાં જોવા મળ્યો નથી. 2019 થી, તેના બેટમાંથી કોઈ ટેસ્ટ સદી નીકળી નથી. તે વર્ષે (2019) તેની ટેસ્ટ એવરેજ 68 હતી. આ પછી, 2020 માં, તેણે ટેસ્ટ ક્રિકેટમાં માત્ર 19.33 ની સરેરાશથી રન બનાવ્યા. આ પછી તેણે 2021માં 28.21 અને 2022માં 26.50ની એવરેજથી રન બનાવ્યા.