Former Cricketer Slam : ભારતીય ક્રિકેટ ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 209 રને નાલેશીજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત જ્યારે પણ ICC ટ્રોફીમાંથી બહાર થાય છે ત્યારે ત્યારે ક્યાંકને ક્યાંક ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ ચર્ચામાં આવી જ જાય છે.
માહીએ તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ (2007), ODI વર્લ્ડ કપ (2011) અને ચેમ્પિયન્સ ટ્રોફી (2013) પણ જીતાડ્યો છે. જેથી જ્યારે પણ ભારતીય ટીમ ICC ટ્રોફી જીતવામાં નિષ્ફળ જાય છે, ત્યારે ચાહકો ધોનીને યાદ કરે છે.
રોહિત સેના ફાઇનલમાં હારી ગયા બાદ એક ચાહકે ટ્વિટર પર ટ્વિટ કર્યું અને એમએસ ધોની વિશે લખ્યું. તેણે લખ્યું કે - ના કોઈ કોચ, ના કોઈ મેન્ટર, યુવા છોકરો, સિનિયર ખેલાડીઓએ ભાગ લેવાનો ઇનકાર કર્યો, અગાઉ ક્યારેય કેપ્તાની નહોતી કરી. આ છોકરાએ (એમએસ ધોની) કેપ્ટન બન્યાના 48 દિવસ બાદ જ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને T20 વર્લ્ડ કપ જીતી લીધો હતો.
હરભજન સિંહે ફેન્સનો લીધો બરાબરનો ક્લાસ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ અનુભવી ઑફ-સ્પિનર હરભજન સિંહે ફેનની સોશિયલ મીડિયા પર ક્લાસ લીધો હતો. તેણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું અને લખ્યું હતું કે, હા, જ્યારે આ મેચો રમાઈ ત્યારે આ નાનો છોકરો ભારત માટે એકલો રમી રહ્યો હતો, બાકીના 10 ખેલાડીઓ નહીં. તેણે એકલા જ વર્લ્ડકપની ટ્રોફી જીતી હતી.
તેણે આગળ કહ્યું હતું કે, વિડંબના એ છે કે જ્યારે ઓસ્ટ્રેલિયા અથવા અન્ય કોઈ દેશ વર્લ્ડકપ જીતે છે ત્યારે ચર્ચા એ હોય છે કે ઓસ્ટ્રેલિયા જીત્યું કે કોઈ બીજો કોઈ દેશ જીત્યો. પરંતુ જ્યારે ભારત જીતે છે ત્યારે એવું થાય છે કે, કેપ્ટન જીતે છે. ક્રિકેટ એક ટીમ સ્પોર્ટ છે. સાથે જીતો, સાથે હારીએ. આમ વર્લ્ડકપ જીતવાની ક્રેડિટ માત્ર ધોનીને આપવમાં આવતા હરભજન સિંહ લાલઘુમ થઈ ગયો હતો. જાહેર છે કે, હરભજન સિંહ ધોનીની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011) જીતનારી બંને ટીમોનો ભાગ હતો.
વિરાટ કોહલીને ફરીથી કેપ્ટન બનાવો, કયા દિગ્ગજે કરી માંગ ને શું આપ્યુ કારણ, જાણો
ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા અપડેટ આવતા રહે છે. હવે એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 16માં રવિવારે રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં RCBએ રાજસ્થાન રૉયલ્સને 7 રનથી હરાવ્યું દીધુ, આ માટે RCBની જીતનો શ્રેય વિરાટ કોહલીની કેપ્ટનશીપને આપવામાં આવી રહ્યો છે. ખાસ વાત છે કે, ફાક ડૂ પ્લેસીસની ઈજાને કારણે છેલ્લી બે મેચોથી બહાર છે અને માત્ર વિરાટ કોહલીએ જ આરસીબીની કમાન સંભાળી રહ્યો છે. હવે વિરાટ કોહલીની કેપ્ટનશીપને જોઇને ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહે વિરાટ કોહલીની ફરી એકવાર કેપ્ટન બનાવી દેવાની માંગ કરી છે, ભજ્જી વિરાટની કેપ્ટનશીપથી ખુબ પ્રભાવિત થયો છે. હરભજને આખી સિઝન માટે વિરાટ કોહલીને RCBનો કેપ્ટન બનાવવાની માંગ કરી છે.