India vs West Indies 2023 Schedule: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ટેસ્ટ, વન-ડે અને ટી-20 સીરિઝ રમશે. આ પ્રવાસ 12 જૂલાઈથી ટેસ્ટ મેચથી શરૂ થશે. આ પછી 27 જૂનથી વનડે અને 4 ઓગસ્ટથી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સીરિઝ રમાશે.
ટેસ્ટ સીરિઝથી શરૂ થશે પ્રવાસ
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત ટેસ્ટ શ્રેણીથી કરશે. બંન્ને વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ 12 જૂલાઈ થી 16 જૂલાઈ વચ્ચે રમાશે. આ પછી બીજી ટેસ્ટ 20 થી 24 જૂલાઈ સુધી ત્રિનિદાદ ખાતે રમાશે.
3 વન-ડે મેચની શ્રેણી રમાશે
ટેસ્ટ બાદ બંને ટીમો 3 વનડે સીરીઝ રમશે. જેમાં પ્રથમ મેચ 27 જૂલાઈ, બીજી 29 જૂલાઈ અને ત્રીજી મેચ 1 ઓગસ્ટના રોજ રમાશે. પ્રથમ બે મેચ બાર્બાડોસ ખાતે રમાશે. જ્યારે છેલ્લી મેચ ત્રિનિદાદ ખાતે યોજાશે.
પાંચ ટી-20 મેચ રમશે
વન-ડે સીરિઝ બાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો 4 ઓગસ્ટથી 5 ટી-20 મેચની સીરિઝ રમશે. શ્રેણીની બીજી મેચ 6 ઓગસ્ટે, ત્રીજી 8 ઓગસ્ટે, ચોથી 12 ઓગસ્ટે અને છેલ્લી મેચ 13 ઓગસ્ટે રમાશે. ટી-20 શ્રેણીની પ્રથમ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ ખાતે રમાશે. બીજી અને ત્રીજી મેચ પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગુયાનામાં રમાશે. આ પછી ત્રીજી અને ચોથી મેચ સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, ફ્લોરિડામાં રમાશે.
વર્લ્ડકપ 2023નું કેવું હોઈ શકે છે શેડ્યૂલ
વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ICC ટૂંક સમયમાં તેના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત-પાક મેચ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે. હાલમાં જ બંને દેશો વચ્ચેની મેચની તારીખ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી શકે છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત-પાકિસ્તાન મુકાબલો ?
વર્લ્ડ કપની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાઈ શકે છે. આ પછી ભારત 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ દિલ્હીમાં યોજાશે. ભારત 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ પુણે માટે સુનિશ્ચિત થઈ શકે છે