Ishan Kishan Captain Jharkhand: ભારતીય ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન ઘણા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેને ભારત માટે તેની છેલ્લી મેચ નવેમ્બર 2024માં રમી હતી. ઇશાન હજુ સુધી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શક્યો નથી. જો કે આ બધાની વચ્ચે ઇશાન કિશનને લૉટરી લાગી ગઇ છે, તેને એક મહત્વની જવાબદારી મળી છે. ઈશાનને ઝારખંડ ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે હવે ડૉમેસ્ટિક ક્રિકેટ દ્વારા ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરશે. ઈશાન બુચી બાબુ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમશે. તેની સાથે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર પણ આ ટૂર્નામેન્ટમાં રમશે.


ક્રિકઇન્ફોના એક સમાચાર અનુસાર ઝારખંડે ઇશાન કિશનને કેપ્ટન બનાવ્યો છે. તે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં રમશે. તેનું આયોજન તમિલનાડુમાં કરવામાં આવશે. આ માટે તે ટૂંક સમયમાં ચેન્નાઈ પહોંચશે. ઈશાનનું નામ પહેલી યાદીમાં નહોતું. પરંતુ બાદમાં તેને આ જવાબદારી સોંપવામાં આવી હતી. ઈશાને પોતે આ ટૂર્નામેન્ટમાં રમવાનું નક્કી કર્યું છે. આ પછી તેણે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સાથે વાત કરી. આ ટૂર્નામેન્ટ બાદ ઈશાન રણજી ટ્રોફીમાં પણ રમી શકશે.


ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની ડૉમેસ્ટિક ક્રિકેટ ન રમવા બદલ ઘણી ટીકા થઈ હતી. ત્યારથી આ ફેરાફાર જોવા મળી રહ્યો છે. ઈશાને તેની છેલ્લી સ્થાનિક ફર્સ્ટ ક્લાસ મેચ ડિસેમ્બર 2022માં રમી હતી. ત્યારથી તે રણજી ટ્રોફીથી દૂર રહે છે. આ નિર્ણય ઈશાન માટે ભારે બોજ હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તેને કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.


ઈશાને ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ જુલાઈ 2023માં રમી હતી. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં તે ટીમ ઈન્ડિયા સાથે હતો. છેલ્લી ODI ઓક્ટોબર 2023માં અફઘાનિસ્તાન સામે રમાઈ હતી. ઈશાને ભારત માટે તેની છેલ્લી ટી20 મેચ નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.


 


આ પણ વાંચો


Aravalli: અરવલ્લીમાંથી પકડાયેલા બાંગ્લાદેશી યુવક અંગે મોટો ઘટસ્ફોટ, દુબઇમાં બે સંતાનોની માતા સાથે પરણ્યો, વિઝા નથી છતાં.....


ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની એડવાઇઝરી, કુદરતી આફતો અને દુર્ઘટનાઓના દ્રશ્યો પર સમય અને તારીખ લખો


Manu Bhaker-Neeraj Chopra: નીરજ ચોપડા અને મનુ ભાકરના લગ્ન ફિક્સ ? શૂટરના પિતાએ કરી સ્પષ્ટતા