Kamran Khan Retirement: ભારતીય ટીમ અત્યારે અમેરિકામાં ટી20 વર્લ્ડકપ 2024 રમી રહી છે, ત્યારે ક્રિકેટ ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ બૉલર કામરાન ખાને IPLને અલવિદા કહી દીધું છે. કામરાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટૉરી પોસ્ટ કરી છે. આ સ્ટૉરીમાં તેને લખ્યું છે- ગુડબાય આઈપીએલ અને ગેમ મને સૌથી વધુ પસંદ છે. આ રમતે મને બધું આપ્યું છે, હું મારા કૉચ, તેમજ સ્વર્ગસ્થ શેન વોર્ન સરનો આભાર માનું છું… તે આગળ લખે છે કે રાજસ્થાન રોયલ્સ ઉપરાંત, હું પૂણે વોરિયર્સ ઇન્ડિયા, પરિવાર અને મારા મિત્રોનો આભાર માનું છું. જો કે આ રીતે કામરાન ખાને ઈન્સ્ટાગ્રામ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી છે.


આ ટીમો માટે રમી ચૂક્યો છે કામરાન ખાન 
IPLની પ્રથમ આવૃત્તિ 2008માં રમાઈ હતી. શેન વોર્નની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સે IPL 2008નું ટાઇટલ જીત્યું હતું. કામરાન ખાને 2009માં આ ટીમ માટે ડેબ્યૂ મેચ રમી હતી. રાજસ્થાન રોયલ્સ પછી કામરાન ખાન પુણે વોરિયર્સ ઇન્ડિયા તરફથી રમ્યો. જો કે હવે આ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. વાસ્તવમાં કામરાન ખાન લાંબા સમયથી IPL અને ક્રિકેટથી દૂર હતો. આખરે આ ફાસ્ટ બોલરે સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.


આવી રહી કામરાન ખાનની આઇપીએલ કેરિયર 
કામરાન ખાનની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીને ઘણી તકો મળી નથી. IPLની 9 મેચોમાં કામરાન ખાને 8.4ની ઈકોનોમી અને 24.89ની એવરેજ સાથે 9 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ સિવાય કામરાન ખાન IPLમાં પૂણે વોરિયર્સ ઇન્ડિયા તરફથી રમ્યો હતો. તમને જણાવી દઈએ કે શેન વોર્નની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સે IPL 2008 જીતી હતી. જો કે ત્યાર બાદ 16 વર્ષ વીતી ગયા છે, પરંતુ રાજસ્થાન રોયલ્સ બીજી ટ્રોફીની રાહ જોઈ રહ્યું છે. આ સિઝનમાં સંજૂ સેમસનની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ ક્વૉલિફાયરમાં પહોંચી હતી, પરંતુ તેને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.