IND Vs ENG:  ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો પ્રથમ દિવસ ઈંગ્લેન્ડના નામે રહ્યો હતો.  પ્રથમ દિવસના અંત સુધી ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવી 263 રન બનાવી લીધા છે. ડોમનિક સિબ્લે 87 રનો પર દિવસની અંતિમ ઓવરમાં બુમરાહની બોલ પર આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન જો રૂટ 128 રન બનાવી રમતમાં છે. ભારત માટે બુમરાહે બે વિકેટ અને અશ્વિને એક વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ સેશનમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડે બીજા સેશનમાં એક પણ વિકેટ ગુમાવી નહોતી. જો રૂટ અને ડોમિનિક સિબલેએ ત્રીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. 100મીં ટેસ્ટ રમી રહેલા ઈંગ્લેન્ડમાં કેપ્ટન જો રૂટે પોતાની સદી પુરી કરી લીધી છે.



ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહ્યો છે. સુંદર અને ગિલ પણ ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહ્યાં છે.

ટીમ ઈન્ડિયા :

શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ

ઇંગ્લેન્ડ :

રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર (વિકેટકીપર), ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન