ચેન્નઇના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજથી ભારત ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત થઇ ગઇ છે. જો કે આ મેચમાં કુલદીપની પસંદગી ન થતાં ફેન્સે વિરાટના નિર્ણય પર ગુસ્સો ઠાલવી રહ્યાં છે.

કુલદીપ યાદવનો અત્યાર સુધીનો રેકોરડ સારો રહ્યો હોવા છતાં પણ તેમને ઇગ્લેન્ડ સામેની સિરીઝમાં ટીમમાંથી પડતો મૂકતા ફેન્સે સોશિયલ મીડિયા પર કુલદીપ યાદવ માટે સહાનૂભૂતિ વ્યક્ત કરતા ફેન્સે આ નિર્ણયને અયોગ્ય ઠેરાવ્યો છે. કુલદીપના નામે 24 વિકેટ લેવાનો રેકોર્ડ છે.. કુણાલે 2005માં 32 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. 2007માં ઓસ્ટ્રેલિય સામે 27 રન આપી 7 વિકેટ લીધી હતી.




ઇગ્લેન્ડ સામે રમાયેલ રહેલ ટેસ્ટ મેચનો આજે પહેલો દીવસ છે. પેરેનીટી લિવ બાદ વિરાટ કોહલીની મેચ વાપસી થઇ છે. તો ટીમમાં  શાહબાઝ નદીમ,  ઇશાંત શર્માને પણ મોકો મળ્યો છે. ઇગ્લેન્ડ સામે સિરીઝમાં કુલદીપના બદલે શાહબાઝ નદીમને મોકો અપાતા. ફેન્સ વિરાટ પર નારાજ થયા છે. સોશિયલ મીડિયા પર ફેન્સે કુલદીપની કરિયરને ખરાબ કરવાનો ફેન્સે વિરાટ પર આરોપ લગાવ્યો છે.

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ આ મુદ્દે નારાજગી વ્યકત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. મારૂ માનવું છે કે, મેનેજમેન્ટે તેને 11 ખેલાડીમા સ્થાન આપવું જોઇતું હતું. કેમકે ડાબોડી સ્પિનર ઇગ્લેન્ડ સામે બેસ્ટ પર્ફોમ્સ આપી શકત.