Mohammad Kaif on Rohit Sharma: ICC ટ્રૉફીમાં ટીમ ઇન્ડિયા ના અપાવી શકવાના કારણે જ વિરાટ કોહલીને કેપ્ટનશીપ ગુમાવવી પડી હતી, તેની જગ્યાએ રોહિત શર્મા (Rohit Sharma)ને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે ભારતીય ટીને હજુ સુધી કોઇ મોટી ટ્રૉફી નથી અપાવી શક્યો. રોહિતની કેપ્ટનશનીપમાં ટીમ ઇન્ડિયા એશિયા કપ અને ટી20 વર્લ્ડકપમાં ફ્લૉપ રહી છે. આવામાં રોહિત શર્માની કેપ્ટનશીપ સ્કિલ્સને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે. જોકે, પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ (Mohammad Kaif)નુ માનુ છે કે, રોહિતની કેપ્ટનશીપ પર કોઇ ટિપ્પણી કરવી હજુ સુધી ઉતાવળ ગણાશે. 


TOIની સાથે વાતચીત કરતાં કૈફે કહ્યું કે, રોહિત એક સારો કેપ્ટન છે, હજુ તેની કેપ્ટનશીપને જજ કરવાનાં ઉતાવળ ગણાશે. આપણે હજુ આગામી ટૂર્નામેન્ટમાં તેને કેપ્ટન તરીકેને પરફોર્મન્સની રાહ જોવી જોઇએ. તેના પર ખુબ દબાણ હશે, કેમ કે તેને એટલા માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે કે ટીમને ICC ટ્રૉફી મળી શકે પરંતુ તે એ એવુ નથી કરી શક્યો.  


કૈફે કહ્યું કે, - મોટી ટૂર્નામેન્ટને છોડી દઇએ તો રોહિતે કેપ્ટન તરીકે સારુ કામ કર્યુ છે. તે માત્ર એશિયા કપ અને વર્લ્ડકપમાં ફ્લૉપ રહ્યો છે, હાલમાં લોગો તેનાથી ખુશ નથી, વિરાટની સાથે પણ આવુ જ થયુ હતુ, વિરાટે ઘરેલુ અને વિદેશી જમીન પર ટીમ ઇન્ડિયાને કેટલીય દ્વીપક્ષીય સીરીઝમાં જીત અપાવી હતી, પરંતુ ટીમને કોઇ ICC ટ્રૉફી નથી અપાવી શક્યો.


 


રોહિતને ટી-20માંથી રજા આપવામાં આવશે


ભારતીય ટીમમાં સૌથી મોટો ફેરફાર રોહિત શર્માની T20 ટીમમાંથી કેપ્ટન તરીકેની વિદાય છે. રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા પણ આ વાત સાથે સહમત છે. હાલમાં જ બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે રોહિત સાથે સતત વાત થઈ રહી છે. તે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. જો આ વાત સાચી હશે તો હાર્દિક આવતા વર્ષે શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ સિવાય રાહુલ દ્રવિડને ટી20 કોચ તરીકે પણ ઉતારવામાં આવી શકે છે.


દરેક ફોર્મેટ માટે અલગ ટીમ


દૈનિક જાગરણના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાને નવા વર્ષની આસપાસ નવી પસંદગી સમિતિ મળી શકે છે. આ પછી, દરેક ફોર્મેટ માટે અલગ ટીમ તૈયાર કરવાની જવાબદારી નવી પસંદગી સમિતિની રહેશે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયામાં ટૂંક સમયમાં ક્રાંતિકારી બદલાવ જોવા મળશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બોર્ડે દરેક ફોર્મેટમાં અલગ કેપ્ટનની નિમણૂક કરવાનો મૂડ બનાવી લીધો છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની ભૂમિકા શું હશે ? તે નવી પસંદગી સમિતિના આવ્યા બાદ સ્પષ્ટ થશે.


ભારતે 2013 થી ICC ટ્રોફી જીતી નથી


ભારતે છેલ્લી વખત વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારથી અત્યાર સુધી ટીમ ઈન્ડિયા ICC લેવલની ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. ત્યારપછી ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. આ પહેલા ભારતે ધોનીની કપ્તાનીમાં 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. આગામી બે વર્ષમાં ભારતને 2 વર્લ્ડ કપ રમવાના છે, જેને ટીમ ઈન્ડિયા જીતવા ઈચ્છશે.