IND vs BAN 1st Test 2nd Day: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ પૂરો થઈ ગયો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ મેચ પર ખૂબ જ મજબૂત પકડ બનાવી લીધી છે. વાસ્તવમાં, ભારતીય ટીમના 404 રનના જવાબમાં બાંગ્લાદેશ 133 રનમાં 8 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહ્યું છે. બાંગ્લાદેશને ફોલોઓન બચાવવા વધુ 71 રન બનાવવા પડશે. આ સમયે બાંગ્લાદેશ તરફથી ઇબાદત હુસૈન અને મેહદી હસન મિરાજ ક્રિઝ પર છે. ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે બાંગ્લાદેશના 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે મોહમ્મદ સિરાજે 3 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય ઉમેશ યાદવને 1 સફળતા મળી હતી.


 




ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા


ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા હતા. પુજારા અને અય્યર બન્નેએ શાનદાર બેટિંગ કરતાં બાંગ્લાદેશને શરૂઆતી સફળતા મળવા છતાં બેકફૂટ પર ધકેલાઇ ગયુ હતું. પુજારાએ 90 રન અને અય્યરે 86 રન બનાવ્યા હતા. જ્યારે અશ્વિને 58 રનનું યોગદાન આપ્યું હતું.


બાંગ્લાદેશી ટીમ


ઝાકિર હસન, નઝમૂલ હુસૈન શાન્તો, લિટાન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), યાસિર અલી, નુરુલ હસન, મેહદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, ખાલિદ અહેમદ, ઇબાદત હુસૈન.


ભારતીય ટીમ, ઋષભ પંતની વાપસી


શુભમન ગીલ, કેએલ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.


ભારતીય ટીમે ટૉસ જીત્યો, પહેલા બેટિેંગનો નિર્ણય


ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટૉસ જીત્યો છે, પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે, જ્યારે યજમાન ટીમ બાંગ્લાદેશને પહેલા બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે.