નવી દિલ્હી: ભારતીય લેગ સ્પિનર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ કુમાર ચાવલાનું સોમવારે કોરોના વાયરસના કારણે નિધન થયું છે. ક્રિકેટરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની જાણકારી આપી છે. તેમણે લખ્યું, ખૂબ જ દુખ સાથે જણાવવું પડે છે કે મારા પિતા પ્રમોદ કુમાર ચાવલાનું 10મેના નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ અને ત્યારબાદ અન્ય બીમારી સામે લડી રહ્યા હતા. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.


પીયૂષ ચાવલા આઈપીએલ 2021માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. મુંબઈ ઈન્ડિયન્સે ચાવલાના પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ફેન્ચાઈઝીએ લખ્યું, 'અમારી સંવેદનાઓ પીયૂષ ચાવલાના પિતા પ્રત્યે છે. આ મુશ્કેલ સમયમાં અમે તમારી અને પરિવાર સાથે છીએ. ઈશ્વર તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે.'



ભારતીય પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે ટ્વિટ કરી પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે. તેમણે લખ્યું, મારા પ્યારા ભાઈ પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ અંકલ હવે નથી રહ્યા.  તમારા પરિવાર પ્રત્યે મારી સંવદેનાઓ છે. હું પ્રાર્થના કરુ છુ કે સમયમાં તમને ભગવાન ધૈર્ય આપે.


પીયૂષ ચાવલાને ફેબ્રુઆરી 2021માં થયેલી ખેલાડીઓની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે 2.40 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. પરંતુ લેગ સ્પીનરને આઈપીએલ 2021માં રમાયેલી સાત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નહોતું મળ્યું.





પીયૂષ ચાવલાએ ભારત માટે ત્રણ ટેસ્ટ, 25 વનડે અને સાત ટી20 અંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો ત્રીજો બોલર છે. જેના નામે  164 મેચમાં 156 વિકેટ નોંધાયેલી છે. 


ભારતમાં  કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.  આ દરમિયાન આજે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં  37,572 કેસનો ઘટાડો થયો છે.



એક્ટિવ કેસ 37 લાખને પાર



 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ



સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,66,161 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3754 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,818 લોકો ઠીક પણ થયા છે.