નવી દિલ્હીઃ ઘરેલુ ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર રજત ભાટિયાએ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. 40 વર્ષીય રજત ભાટિયા હવે બાયૉમિકેનિક્સમાં પોતાની કેરિયર બનાવશે.
રજત ભાટિયાએ ઉત્તરાખંડ માટે 2018-19માં છેલ્લીવાર રણજી ટ્રૉફી રમી હતી. વર્ષ 2019-20ની રણજી સિઝનમાં રજત ભાટિયાને ટીમમાં જગ્યા ન હતી મળી. 2017 બાદ રજત ભાટિયાએ આઇપીએલ પણ નથી રમી.
રજત ભાટિયાએ સન્યાસ બાદ કહ્યું કે, હું બાયૉમિકેનિક્સમાં કેરિયર બનાવવા માંગુ છુ, જ્યારે ઉત્તરાખંડની ટીમમાં જગ્યા ના મળી તો મે નક્કી કરી લીધુ કે આ મારા માટે આગળ વધવાનો સમય નથી. મે અમેરિકા બાયૉમિકેનિક્સનો કોર્ષ કર્યો અને મારી પેન મેનેજમેન્ટમાં ટ્રેનિંગ થઇ છે.
ભાટિયાએ પોતાની ક્રિકેટ કેરિયરમાં 112 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે, આમાં તેને 49.10ની એવરેજથી 6482 રન બનાવ્યા છે. આ ઉપરાંત 28ની એવરેજથી 137 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો છે. ભાટિયાની લિસ્ટ એ કેરિયર પણ સારી રહી. તેને 41ની એવરેજથી 3038 રન બનાવ્યા. લિસ્ટ એ કેરિયરમાં રજત ભાટિયાએ 93 વિકેટ ઝડપી છે.
આ ઓલરાઉન્ડરે ક્રિકેટમાંથી લીધો સન્યાસ, હવે બાયૉમિકેનિક્સમાં બનાવશે કેરિયર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2020 02:39 PM (IST)
રજત ભાટિયાએ ઉત્તરાખંડ માટે 2018-19માં છેલ્લીવાર રણજી ટ્રૉફી રમી હતી. વર્ષ 2019-20ની રણજી સિઝનમાં રજત ભાટિયાને ટીમમાં જગ્યા ન હતી મળી. 2017 બાદ રજત ભાટિયાએ આઇપીએલ પણ નથી રમી
- - - - - - - - - Advertisement - - - - - - - - -