નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની ઇન્ટરનેશનલ કેરિયરનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેને આખી કેરિયરની ઝાંખી બતાવી હતી. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં જ ફેન્સ પણ ચોંક્યા હતા કે શું જાડેજાએ રિટાયરમેન્ટ લઇ લીધુ કે શું?, પરંતુ એવુ કંઇજ નથી. ખરેખરમાં રવિન્દ્ર જાડેજાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કેરિયરમાં પોતાના 12 વર્ષ પુરા કર્યા છે, આ પ્રસંગે તેને આ અમેઝિંગ વીડિયો શેર કર્યો હતો.

શું છે વીડિયો....
રવિન્દ્ર જાડેજાએ વીડિયો શેર કરતા લખ્યું- એક બાળક તરીકે મારુ સપનુ હતુ કે હું મારા દેશ માટે રમુ, અને 12 વર્ષ બાદ મારા આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ બાદથી, એ હજુ પણ એવુ જ લાગે છે કે કાલની જ વાત છે. રવિન્દ્ર જાડેજાએ આગળ લખ્યું- ભારત માટે રમવુ એક ભાવના છે, જેને શબ્દોમાં વર્ણિત નથી કરવામાં આવી શકતી. આનાથી મોટુ સન્માન ના હોઇ શકે, તમારા બધાના પ્રેમ માટે ધન્યવાદ.....



રવિન્દ્ર જાડેજાના આ ટ્વીટ બાદ ફેન્સનુ રિએક્શન આવવાનુ શરૂ થઇ ગયુ, કેટલાક લોકોએ જાડેજાને કેરિયર માટે શુભેચ્છાઓ પાઠવી, તો વલી કેટલાક ફેન્સને ટ્વીટ જોઇને લાગ્યુ કે જાડેજાએ ક્રિકેટને અલવિદા કહી દીધુ છે.

એક યૂઝરે લખ્યું- લાગ્યુ રિટાયરમેન્ટ લઇ લીધુ. કેટલાક ફેન્સને લાગ્યુ કે તેને પણ ધોનીની જેમ અચાનક રિટાયરમેન્ટ લઇ લીધુ છે. જોકે આ વીડિયો માત્ર ને માત્ર તેની પોતાની 12 વર્ષની કેરિયરની યાદમાં શેર કરવામા આવ્યો હતો.





[gallery ids="608518"]