રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. ત્યાર બાદ સિડનીમાં એક્સપર્ટની સલાહ બાદ તેને બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો હતો.
ચેન્નઈમાં રમાનારી બીજી ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી અને આશા વ્યક્ત કરવામાં આવી હતી કે જાડેજા અમદાવાદમાં રમાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટમાં રમશે પરંતુ તેને સાજા થવામાં સમય લાગી છે અને તે અંતિમ બે ટેસ્ટ માટે ફિટ ન હોવાની સંભાવના છે. હવે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિમિત ઓવરોની સીરિઝ રમશે કે નહીં તે પણ હજુ સ્પષ્ટ નથી.
ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં જાડેજાની ખૂબ મોટી ખોટ પડી હતી. વોશિંગટન સુંદર અને શાહબાઝ નદીમ બોલિંગમાં ખાસ કમાલ કરી શક્યા નહોતા. જેના કારણે અશ્વિન પર દબાણ વધી ગયું હતું. જો કે, પ્રથમ ઈનિંગમાં સુંદરે સારી બેટિંગ કરી હતી. બીજી ટેસ્ટમાં અક્ષર પટેલને તક મળી શકે છે.