ઉલ્લેખનીય છે કે કોહલીને કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા સતત ચાર ટેસ્ટ મેચ હારી ચૂકી છે. ભારતીય ટીમને એડિલેડ, ક્રાઇસ્ટચર્ચ, વેલિંગટન અને ચેન્નાઇ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પછી કોહલીની કેપ્ટનશીપ પર સવાલો ઉઠવા લાગ્યા છે.
મૉન્ટી પાનેસરે કહ્યું કે, વિરાટ કોહલી અત્યાર સુધીનો સૌથી મહાન બેટ્સમેનોમાંનો એક છે, પરંતુ ટીમ હવે તેની કેપ્ટનશીપમાં સારુ પ્રદર્શન નથી કરી રહી, અને આપણી પાસે કોહલીની કેપ્ટનશીપમાં રમાયેલી ચાર ટેસ્ટ મેચોના પરિણામ છે. મને લાગે છે કે કોહલી અત્યારે વધુ દબાણમાં હશે, કેમકે રહાણે કેપ્ટન તરીકે શાનદાર પ્રદર્શન કર્યુ છે. ભારતને ઇંગ્લેન્ડની સાથે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ શનિવારે ચેન્નાઇના મેદાનમાં રમવાની છે.
પાનેસરે કહ્યું કે, ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ જીતીને સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડ સામે મળેલી હાર પહેલા ભારત પોતાના ઘરેલુ મેદાનમાં છેલ્લી 14 ટેસ્ટ મેચોમાં અજય હતુ. તેને વધુમાં કહ્યું કે, ભારત પહેલાથી જ કેપ્ટન કોહલીની આગેવાનીમાં ચાર ટેસ્ટ હારી ચૂક્યુ છે. જો બીજી ટેસ્ટ હારશે તો હારનો આંકડો પાંચ થઇ જશે, તો મને લાગે છેકે કોહલીએ પોતાની કેપ્ટન પદેથી હટી જવુ જોઇએ.