Delhi vs Railways Virat Kohli: ભારતીય ક્રિકેટ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 10 વર્ષના લાંબા ગાળા પછી રણજી ટ્રૉફીમાં વાપસી કરવા જઈ રહ્યો છે. કોહલી 30 જાન્યુઆરીએ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રેલવે સામે રણજી ટ્રૉફીના છેલ્લા ગ્રુપ-સ્ટેજ મેચમાં દિલ્હી તરફથી રમતા જોવા મળશે. તેમનું પુનરાગમન ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ ખાસ અને રોમાંચક બનવાનું છે.


વિરાટ કોહલી છેલ્લે 2012 માં રણજી ટ્રૉફી રમ્યો હતો. તે સમયે, તેણે ઉત્તરપ્રદેશ સામેની મેચમાં ૧૪ અને ૪૩ રન બનાવ્યા હતા. જોકે, દિલ્હીને તે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી, કોહલીનું સંપૂર્ણ ધ્યાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર રહ્યું છે, પરંતુ તેના તાજેતરના ટેસ્ટ ફોર્મ પર ટીકા વચ્ચે, તેને તેના જૂના ફોર્મમાં પાછો લાવવા માટે સ્થાનિક ક્રિકેટમાં તેની વાપસી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


ડીડીસીએની સાથે થયેલી ચર્ચા બાદ લીધો નિર્ણય 
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, વિરાટ કોહલીને રણજી ટ્રૉફીમાં પાછા લાવવાનો નિર્ણય દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ રોહન જેટલી સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો હતો. આગામી સીરીઝ માટે તેની ફિટનેસ અને આત્મવિશ્વાસ વધારવા તરફ આ એક મોટું પગલું છે.


અગાઉ, વિરાટ કોહલીને સૌરાષ્ટ્ર સામેની રણજી મેચમાં રમવા માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ગરદનના દુઃખાવાના કારણે તેની વાપસીમાં વિલંબ થયો હતો. હવે તે સંપૂર્ણપણે ફિટ છે અને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે.


ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે વિરાટ કોહલી 
વિરાટ કોહલી છેલ્લી ઘણી સીરીઝોમાંથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં, બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી 2024-25માં પણ તેનું ફોર્મ પાછું આવ્યું ન હતું. કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પાંચેય મેચ રમી હતી. આ સીરીઝમાં તેણે 9 ઇનિંગ્સમાં 23.75 ની સરેરાશથી 190 રન બનાવ્યા. જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે.


આ પણ વાંચો


Ranji Trophy: રણજી ટ્રોફીમાં નવ વર્ષ પછી રમવા ઉતરેલો રોહિત શર્મા નિષ્ફળ, યશસ્વી પણ રહ્યો ફ્લોપ