Yuzvendra Chahal Global Chess League: ભારતીય ક્રિકેટ ટીમના સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ હાલ બ્રેક પર છે. તેઓ IPL 2023 પછી રજાઓ મનાવી રહ્યા છે. ચહલને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. ચહલે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા ફેન્સને રસપ્રદ સમાચાર આપ્યા છે. તેણે સત્તાવાર રીતે ગ્લોબલ ચેસ લીગ જોઈન કરી છે. ક્રિકેટની સાથે ચહલને ચેસનો પણ શોખ છે અને જ્યારે તેને તક મળે છે ત્યારે તે તેમાં પણ હાથ અજમાવે છે. ચહલ ગ્લોબલ ચેસ લીગમાં એસજી અલ્પાઈન વોરિયર્સને સપોર્ટ કરશે.
વાસ્તવમાં યુઝવેન્દ્ર ચહલે એક ટ્વિટ કર્યું છે. આમાં ભારતના શ્રેષ્ઠ યુવા ચેસ ખેલાડી આર.પ્રજ્ઞાનંદ પણ દેખાય છે. ચહલે ટ્વીટ કર્યું કે તે સત્તાવાર રીતે ગ્લોબલ ચેસ લીગમાં જોડાયો છે. યુજીએ ફોટો સાથે કેપ્શન લખ્યું હતું કે, મને જણાવતા આનંદ થાય છે કે હું સત્તાવાર રીતે સ્ટીલ આર્મીમાં જોડાયો છું. હું એસજી એલ્પાઇન વોરિયર્સને સપોર્ટ કરીશ. ચહલની સાથે, પ્રજ્ઞાનંદ પણ આ ફોટામાં છે. ભારતના ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન ઇરિગાસી,ગુકેશ ડી અને મેગ્નસ કાર્લસન પણ આ ટીમમાં છે.
નોંધપાત્ર વાત એ છે કે, ભારતીય સ્પિન બોલર ચહલને ચેઝ કરવાનો ઘણો શોખ છે. તેણે અનેક પ્રસંગોએ ચેઝ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ઘણી વખત ચેસ રમતી તસવીરો પણ શેર કરી છે. જો ગ્લોબલ ચેસ લીગની વાત કરીએ તો તેમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો છે. આ લીગમાં ભારતના ખેલાડીઓ પણ સામેલ છે. માત્ર 17 વર્ષનો ખેલાડી આર. પ્રજ્ઞાનંદ તેમાં ભાગ લેશે. વિશ્વનાથન આનંદ પણ આ લીગનો એક ભાગ છે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની થઈ ચૂકી છે જાહેરાત
વન ડે ટીમ: વન ડે ટીમમાં ચાર ગુજરાતી – હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર
ટેસ્ટ ટીમમાં પુજારાની બાદબાકી
ટેસ્ટ ટીમમાં ત્રણ ગુજરાતીને સ્થાન મળ્યું છે. ચેતેશ્વર પુજારાની બાદબાકી કરવામાં આવી છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની