નવી દિલ્હીઃ સીમા પર ચાલી રહેલા તણાવ પર મોટી ખબર આવી છે, આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે ટીમના ડૉક્ટરને સસ્પેન્ડ કરી દીધો છે. ભારતીય સેનાના શહીદોને લઇને ચેન્નાઇ સુપર કિંગ્સના ડૉક્ટર મધુ ઠોત્તપિલીલે ટ્વીટર પર કંઇક એવુ વિવાદિત ટ્વીટ કર્યુ હતુ, જેને લઇને ચર્ચા ચાલુ થઇ ગઇ હતી. કૉમેન્ટમાં શહીદોના અપમાનને લઇને વાત કહી હતી, જેને લઇને સોશ્યલ મીડિયા પર ચર્ચા ચાલુ થઇ હતી.

આ પછી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ તરફથી આ ટ્વીટને જોયા બાદ તેને તરત જ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એક નિવેદનમાં સીએસકે તરફથી કહેવામાં આવ્યુ છે- ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે મેનેજમેન્ટને ડૉક્ટર મધુ ઠોત્તપિલીલના ટ્વીટ વિશે કંઇક ખબર ન હતી. આ તેમનુ પ્રાઇવેટ ટ્વીટર હેન્ડલ હતુ. તેમને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સીએસકે તેમના ટ્વીટથી નારાજ છે, આ વિશે ટીમ મેનેજમેન્ટને કંઇજ ખબર ન હતી, આ એક બેકાર અને વિવાદિત ટ્વીટ હતુ.



એબીપી ન્યૂઝ સાથે વાત કરતા ચેન્નાઇ સુપર કિંગ્સના એક અધિકારીએ પણ પુષ્ટિ કરી કે ટીમ ડૉક્ટરને પોતાની ખરાબ રુચિના ટ્વીટ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ટીમના ડૉક્ટરનુ નામ ડૉક્ટર મધુ ઠોત્તપિલીલ છે.

નોંધનીય છે કે, 15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે ભારતીય સૈનિકોની હિંસક ઝપાઝપી થઇ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થઇ ગયા હતા.