CSK vs PBKS: ચેન્નાઈ સામે પંજાબની શાનદાર જીત, પ્રભકિરન- લિવિંગસ્ટનની શાનદાર બેટિંગ

CSK vs PBKS IPL 2023 LIVE Score Updates: IPL 2023 ની 41મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

gujarati.abplive.com Last Updated: 30 Apr 2023 07:25 PM
પંજાબની 4 વિકેટે જીત

ચેન્નાઈ સામેની મેચમાં પંજાબે શાનદાર જીત મેળવી છે. પંજાબને છેલ્લા બોલે 3 રન કરવાના હતા. જેમાં સિકંદર રજાએ શાનદાર શોટ મારીને ટાર્ગેટ પૂરો કર્યો હતો.

પંજાબનો સ્કોર 15 ઓવર પછી 129 રન

પંજાબનો સ્કોર 15 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 129 રન છે. હવે તેને જીતવા માટે છેલ્લા 30 બોલમાં 72 રન બનાવવા પડશે. લિયામ લિવિંગસ્ટોન 22 અને સેમ કુરન 19 રન બનાવીને રમી રહ્યા છે.

12 ઓવર પછી સ્કોર 105 રન

12 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 3 વિકેટે 105 રન છે. લિયામ લિવિંગસ્ટોન 14 અને સેમ કુરન છ રને રમતમાં છે. પંજાબને હવે 48 બોલમાં 96 રન બનાવવાના છે.

પ્રભસિમરન સિંહ આઉટ

પંજાબ કિંગ્સે 8.3 ઓવરમાં 81 રનના સ્કોર પર તેની બીજી વિકેટ ગુમાવી દીધી હતી. પ્રભસિમરન સિંહ 24 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પંજાબને હવે 68 બોલમાં 120 રનની જરૂર છે.

શિખર ધવન આઉટ

પંજાબ કિંગ્સની પહેલી વિકેટ પાંચમી ઓવરમાં 50 રનના સ્કોર પર પડી હતી. શિખર ધવન 15 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. હવે અથર્વ તાયડે ત્રીજા નંબર પર બેટિંગ માટે આવ્યો છે.

બીજી ઓવરમાં 9 રન બનાવ્યા

તુષારદેશ પાંડેએ બીજી ઓવરમાં 9 રન આપ્યા હતા. આ ઓવરમાં પ્રભસિમરન સિંહે સિક્સર ફટકારી હતી. 2 ઓવર પછી પંજાબનો સ્કોર કોઈ વિકેટ વિના 20 રન છે.

ચેન્નાઈએ 4 વિકેટે 200 રન બનાવ્યા

ચેન્નાઈએ 20 ઓવરના અંતે 4 વિકેટે 200 રન બનાવ્યા છે. ચેન્નાઈ તરપથી કોનવેએ સૌથી વધુ 92 રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો.

15મી ઓવરમાં 16 રન આવ્યા

15મી ઓવરમાં ત્રણ ચોગ્ગા લાગ્યા અને 16 રન આવ્યા. 15 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર બે વિકેટે 146 રન છે. કોનવે 70 અને મોઈન અલી પાંચ રને રમતમાં છે.

13મી ઓવરમાં 14 રન આવ્યા

13 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટે 121 રન થઈ ગયો છે. શિવમ દુબે 13 બોલમાં બે સિક્સરની મદદથી 22 અને કોનવે 34 બોલમાં 57 રન બનાવીને રમી રહ્યો છે.

ગાયકવાડ બહાર

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રથમ વિકેટ 10મી ઓવરમાં 86 રનના સ્કોર પર પડી હતી. રૂતુરાજ ગાયકવાડ 31 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. 

5 ઓવર પછી સ્કોર 41 રન

5 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 41 રન છે. રૂતુરાજ ગાયકવાડ 24 અને ડેવોન કોનવે 14 રને રમતમાં છે. ગાયકવાડે પાંચમી ઓવરમાં શાનદાર સિક્સર ફટકારી હતી.

બીજી ઓવરમાં 9 રન બન્યા

પંજાબના કેપ્ટન શિખર ધવને બીજી ઓવર કાગીસો રબાડાને આપી. આ ઓવરમાં 9 રન આવ્યા હતા. કોનવેએ બે ચોગ્ગા ફટકાર્યા હતા. 2 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 16 રન છે.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

અથર્વ તાયડે, શિખર ધવન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, સેમ કુર્રન, જીતેશ શર્મા (wk), શાહરૂખ ખાન, હરપ્રીત સિંહ ભાટિયા, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (સી/વિકે), મતિશા પથિરાના, તુષાર દેશપાંડે, મહેશ તિક્ષણા

બ્રેકગ્રાઉન્ડ

CSK vs PBKS LIVE Score Updates IPL 2023: IPL 2023 41મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. ચેન્નાઈની ટીમ આ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમશે. તે આ સિઝનમાં પંજાબ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં છે. ચેન્નાઈએ 8માંથી 5 મેચ જીતી છે. જ્યારે પંજાબે 4 મેચ જીતી છે. જો કે આ મેચમાં જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. પંજાબ અને ચેન્નાઈની ટીમ આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.