IPL 2021 સીઝનની 19મી મેચમાં  ચેન્નઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 69 રને હરાવ્યું.  ચેન્નઈન સુપર કિંગ્સ તરફથી રવિંદ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સે બેંગ્લોરને જીત માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગ્લોરની ટીમ 20ન ઓવરમાં  9 વિકેટના નુકસાને 122 રન બનાવ્યા હતા. 




IPL 2021ની 19મી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. ચેન્નઈના કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.    ચેન્નઈ સુપર કિંગ્સએ 4 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર બેંગ્લોરને મેચ જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.


રોયલ ચેલેન્જર બેંગ્લોર :મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, ઈમરાન તાહિર, શાર્દૂલ ઠાકુર અને દીપક ચહર


ચેન્નઈ સુપર કિંગ્સ :વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડ્ડીકલ, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, વોશિંગ્ટન સુંદર, ડેનિયલ ક્રિશ્ચિયન, કાઈલ જેમિસન, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ