નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનનું આયોજન કોરોનાના કેરની વચ્ચે યુએઇમાં થઇ રહ્યું છે. આઇપીએલના આયોજનમાં ભાગ લેનારા ખેલાડીઓ અને સ્ટાફ મેમ્બર્સને બાયૉ બબલમાં રાખવામાં આવ્યા છે. બાયૉ બબલને લઇને આઇપીએલનુ આયોજને અકદમ કડક નિયમો બનાવ્યા છે, અને આ નિયમ તોડનારા શખ્સોને કડક સજાની પણ જોગવાઇ છે. સીએસકેનો ફાસ્ટ બૉલર એમ આસિફ બાયૉ બબલ બબલ તોડનારો પહેલો ખેલાડી બની ગયો છે.


સીએસકેનો ખેલાડી એમ આસિફ થોડાક દિવસો પહેલા બાયૉ બબલનો દોષી ઠર્યો છે. આસિફે પોતાની હૉટલના રૂમમાં ચાવીને ખોઇ નાંખી હતી, આ પછી આસિફ બીજી ચાવી લેવા માટે હૉટલના રિસેપ્શન એરિયામાં પહોંચ્યો હતો, પરંતુ બાયૉ બબલ પ્રૉટોકૉલમાં રિસેપ્શન એરિયાને બહાર રાખવામાં આવ્યુ છે, એટલા માટે આસિફને બાયૉ બબલ તોડવા માટે 6 દિવસ ક્વૉરન્ટાઇનમાં મોકલી દેવામાં આવ્યો છે.

જોકે, આસિફને આ પહેલી ભૂલ હતી એટલે માત્ર ક્વૉરન્ટાઇનમાં મોકલી દીધો છે, જો આસિફ આ સિઝનમાં ફરીથી આ ભૂલ કરશે તો તેને આઇપીએલ 13ની બહાર થવા સુધીનુ નુકશાન ભોગવવુ પડે છે. સીએસકે મેનેજમેન્ટે જાણકારી આપી છે કે આસિફનો ક્વૉરન્ટાઇન પીરિયડ પુરો થઇ ચૂક્યો છે, અને તેને ટીમની સાથે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

આઇપીએલમાં બાયૉ બબલ તોડનારા ખેલાડીને પહેલી ભૂલમાં 6 દિવસ ક્વૉરન્ટાઇન, બીજી ભૂલથી એક મેચનો બેન, ત્રીજી ભૂલથી આઇપીએલ 13માંથી બહાર થવુ પડશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ