Mohammad Azharuddin Indian Women's Cricket Team Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચ 9 રનથી હારી હતી અને ગોલ્ડ મેડલ ચુકી ગઈ હતી. જો કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વ મેડલ જીત્યો છે. ભારતીય ટીમની આ હાર અંગે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીને ટ્વીટ કરીને ભારતીય ટીમની બેટિંગને લઈ નારાજગી વ્યક્ત કરી છે. 


મોહમ્મદ અઝરુદ્દીને શું કહ્યું ?


ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીને પોતાના ટ્વીટમાં લખ્યું કે, "ભારતીય ટીમની બેટિંગ બકવાસ રહી. કોમન સેન્સ જ નથી. વિરોધી ટીમને જીત માટે રસ્તો તૈયાર કરીને આપી દીધો".






ભારતીય મહિલા ટીમ 9 રનથી હારી ગઈ


ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બર્મિંગહામમાં યોજાઈ રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મહિલા ટીમે ખૂબ જ શાનદાર ઈનિંગ રમી હતી. હરમનપ્રિત કૌરે 65 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જો કે, ત્રીજી વિકેટ પડી ગયા બાદ ભારતીય ટીમ વધુ સારું પ્રદર્શન નહોતી કરી શકી અને માત્ર 9 રનથી ફાઈનલ મેચ હારી ગઈ હતી.


કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી જ્યારે ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.  આ પહેલીવાર છે જ્યારે મહિલા ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં રમવાની તક મળી હતી. 


આ પણ વાંચોઃ


Commonwealth Games 2022: ભારતના ખાતામાં આવ્યો વધુ એક ગોલ્ડ, લક્ષ્ય સેને બેડમિન્ટનમાં અપાવી સફળતા